National News/ કર્ણાટકમાં હેવાનીયતની પરાકાષ્ઠા: પતિએ જાહેરમાં પત્નીનું ગળું કાપ્યું, પછી કાર નીચે કચડીને પતાવી દીધી

કર્ણાટકના કલબુર્ગીમાં પતિએ પત્નીની જાહેરમાં નિર્દય Murder કર્યું. પહેલા ગળું કાપ્યું અને પછી SUV કાર નીચે કચડી નાખી. લોકો જોતા રહ્યા અને વીડિયો ઉતારતા રહ્યા. વાંચો સમગ્ર અહેવાલ.

NATIONAL Top Stories India
Murder

Karnataka Murder Case:  કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાં એક હૃદયદ્રાવક હત્યાની ઘટના બની છે, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એક શખ્સે ક્રૂરતાની તમામ હદો પાર કરી રસ્તાની વચ્ચે પોતાની પત્નીનું ગળું કાપી નાખ્યું અને ત્યારબાદ તેના પર કાર ચઢાવી દીધી. આ ભયાનક ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં લોકોની નિષ્ઠુરતા પણ જોવા મળી રહી છે.

તીર્થધામ જતી વખતે થયો ઝઘડો

પોલીસના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના બારામતીના રહેવાસી અક્ષય અને તેની પત્ની સાન્વી ગુરુવારે સવારે પોતાની SUV કારમાં તીર્થધામ ગનાગાપુરા જઈ રહ્યા હતા. સવારે 11 વાગ્યાની આસપાસ બલ્લુરગી ગામ પાસે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ દરમિયાન આવેશમાં આવીને અક્ષયે પત્નીને કારમાંથી બહાર ધક્કો મારી દીધો હતો.

દાતરડાથી હુમલો Murder કર્યું 

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પતિએ રસ્તાની વચ્ચે પોતાની પત્નીના વાળ પકડીને તેને ઢોર માર માર્યો હતો. સાન્વી મદદ માટે ચીસો પાડતી રહી, પરંતુ પાષાણ હૃદયના પતિએ દાતરડા વડે તેનું ગળું કાપી (Murder) નાખ્યું. આટલેથી પણ મન ન ભરાતા, તે સાન્વીને કારમાં બેસાડી નજીકના ખેતરમાં લઈ ગયો અને ત્યાં તેને જમીન પર સુવડાવી તેના પર SUV કાર ચઢાવી દીધી. આ ગંભીર ઈજાઓને કારણે સાન્વીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

લોકો વીડિયો ઉતારતા રહ્યા, કોઈ મદદે ન આવ્યું

આ ઘટનાની સૌથી આઘાતજનક બાબત એ છે કે જ્યારે આ હત્યા (Murder) થઈ રહી હતી, ત્યારે ત્યાંથી અનેક વાહનો પસાર થયા હતા. રસ્તા પર ઉભેલા લોકો અને વાહનચાલકો આ ભયાનક દ્રશ્ય જોઈ રહ્યા હતા અને કેટલાક તો વીડિયો પણ ઉતારી રહ્યા હતા, પરંતુ કોઈએ પણ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો નહીં.

આરોપીની અટકાયત

કલબુર્ગીના એસપી અડ્ડુરુ શ્રીનિવાસુલુના જણાવ્યા મુજબ, અક્ષય અને સાન્વીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી અક્ષય અને તેના માતા-પિતાની કસ્ટડી (Murder) લીધી છે. હાલમાં હત્યા (Murder) પાછળના ચોક્કસ કારણની તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો: પત્ની સહિત 3 બાળકોની હત્યા બાદ કર્યો પૂજારીને છેલ્લો કોલ, શું છે લાલ પોટલીનું રહસ્ય

આ પણ વાંચો:ઉત્તરપ્રદેશના શાહજહાપુરમાં રેલ્વે ટ્રેક પર મોતનું તાંડવ,એક સાથે પાંચ લોકોનું મોત

આ પણ વાંચો:વડોદરાના બકરાવાડીમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી