Vadodara News: વડોદરાના બકરાવાડી (Bakravadi)માં પતિએ પત્નીની હત્યા (Wife Murder) કરતા ચકચાર મચી ગઈ છે. પતિએ પત્નીને ચપ્પુના ઘા (Knife attack) મારી તેની હત્યા કરી હતી. મોડી રાત્રે બોલાચાલી પછી પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પત્ની પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પતિના ચપ્પુના પ્રહારોના કારણે પત્નીનું સ્થળ પર જ મોત (Death) થયું હતું. આમ બકરાવાડીમાં બકરી કાપે તેમ પતિએ પત્નીને ચપ્પા વડે હુમલો કરી રહેંસી નાખી હતી.
પતિએ પત્નીની કરી હત્યા (Wife Murder)
આ ઘટનાની જાણ થતાં જ હોબાળો મચી ગયો હતો. પાડોશીઓ તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેઓએ તરત જ પોલીસને જાણ કરી હતી. નવાપુરા પોલીસ સ્ટેશનની પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસે આવીને જોયું તો પતિએ પત્નીની હત્યા કરી હતી. પોલીસે મૃતકને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડી હતી. આરોપીની અટકાયત કરવામાં આવી હતી. ફોરેન્સિક દ્વારા પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

પત્નીનું ઘટનાસ્થળે જ મોત
નવાપુરા પોલીસનું કહેવું છે કે તેમને અડધી રાત્રે પાડોશીનો ફોન કોલ આવ્યો હતો કે નવાપુરામાં મહિલા પર તેના પતિએ ચપ્પાથી હુમલો કર્યો છે અને મહિલાની સ્થિતિ ગંભીર છે. આના પગલે પોલીસ તરત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ પહોંચી ત્યારે મહિલા મૃત્યુ પામી ચૂકી હતી. પોલીસે 108 પણ બોલાવી હતી.
મર્ડરની આ ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. પોલીસે જણાવ્યું હતું કે ઘરકંકાસમાં આરોપી બંટી સોલંકીએ પત્ની રીટા સોલંકીની કરપીણ હત્યા કરી હતી.

વ્યક્તિગત સંબંધોમાં ઘટતી જતી સહનશક્તિ
આ પ્રકારે ઉશ્કેરાઈને થતી હત્યા બતાવે છે કે અંગત સંબંધોમાં પણ સહનશક્તિ કેટલી ઘટી રહી છે. લોકો નાની વાતમાં ફક્ત સંબંધ જ તોડી નાખતા નથી, પરંતુ લોકોનો જીવ પણ લઈ લે છે. ઘણી વખત વાત એટલી મોટી હોતી નથી, પણ જયાં અહમનો પ્રશ્ન આવે ત્યારે વાત છેક હિંસા સુધી પહોંચી જાય છે. લગ્નનો અને સહજીવનનો સહવાસ માણવાના બદલે જ્યારે વાત હુંસાતુંસી પર આવી જાય છે ત્યારે માનવીની મૂળ પ્રાણીજન્ય પ્રકૃતિ બહાર આવી જાય છે, આ હિંસા તેનો પુરાવો છે. કોઈ વ્યક્તિની જરા પણ જુદી વાત સહન ન કરી શકવાની માનસિકતા આ પ્રકારની હિંસાનું પ્રથમ પગથિયું છે.
આ પણ વાંચો: મોતનું રહસ્ય ગૂંચવાયું! જીવન સાધના સ્કૂલના કમ્પાઉન્ડમાંથી અજાણ્યા યુવકની લાશ મળી
આ પણ વાંચો: વડોદરાના પાણીગેટ વિસ્તારમાં પ્રેમ વિવાદને કારણે જીવલેણ હુમલો થવાની શંકા, યુવકનું મોત
આ પણ વાંચો: વડોદરામાં પ્રેમસંબંધમાં ખેલાયો ખૂની ખેલ, પ્રેમિકાએ દુપટ્ટાથી ગળું દબાવી પ્રેમીની કરી હત્યા
