Vadodara News:વડોદરા શહેરના જૂના અને વ્યસ્ત પાણીગેટ વિસ્તારમાં રવિવારે રાત્રે એક જીવલેણ હુમલાની ઘટના બની હતી, જેમાં એક યુવકનું મોત (Murder) થયું છે. મૃતકની ઓળખ મોહમદ સૈયદ તરીકે થઈ છે. હુમલાના આરોપી વિશાલ કહાર નામના યુવકે તીક્ષ્ણ હથિયારથી ઘા મારીને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો, જેના કારણે સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું.
તીક્ષ્ણ હથિયારથી ઘા મારી કરી (Murder)
પ્રાથમિક તપાસ અનુસાર, આ હુમલો પ્રેમ સંબંધ અને મહિલા મિત્રને લઈને ચાલતા જૂના વિવાદના કારણે થયો હોવાનું માનવામાં આવે છે. બંને યુવકો વચ્ચે લગભગ એક વર્ષથી વધુ સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. ઉત્તરાયણના તહેવાર પહેલાં પણ બંને વચ્ચે ઝઘડો થયો હોવાની માહિતી સામે આવી છે. આ જૂની અદાવતને કારણે જ વિશાલ કહારે પાણીગેટ વિસ્તારમાં મોહમદ સૈયદ પર અચાનક હુમલો કર્યો હતો.
આ હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેમાં આરોપી વિશાલ કહાર દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો (Murder) કરતો જોવા મળે છે. આ વીડિયોના આધારે પોલીસે તપાસને વેગ આપ્યો છે અને આરોપીની શોધખોળ ઝડપથી ચાલુ રાખી છે.
આ પણ વાંચો:પોલીસે પોક્સોના ગુનામાં વડોદરા અને જામનગરથી બે આરોપીને ઝડપી લીધા
આ પણ વાંચો:ભાવનગરમાં વધુ એકવાર અસામાજિક તત્વો બન્યા બેફામ, નજીવી બાબતે યુવક પર જીવલેણ હુમલો
આ પણ વાંચો:“AI નજરે અંબાજી અસામાજિક તત્વો પર પોલીસની ડિજિટલ પહેરેદારી”
