Junagadh News/ પોલીસે પોક્સોના ગુનામાં વડોદરા અને જામનગરથી બે આરોપીને ઝડપી લીધા

પોલીસે મેડીકલ ચેકઅપ બાદ તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે

Gujarat Others

Junagadh News : પોક્સોના કેસમાં જૂનાગઢ એ ડિવીઝન અને બી ડિવીઝન પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે, પોલીસે મેડીકલ ચેકઅપ બાદ તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. જેમાં બે સગીર બાળાને જોશીપરામાં રહેતો 19 વર્ષીય શખ્સ ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. અન્ય કેસમાં મોટી પાનેલીનો શખ્સ પણ સગીરાનું અપહરણ કરીને લઈ ગયો હતો.

જૂનાગઢમાં જોશીપરામાં ગીરીરાજ રોડ ઉપર રહેતો સાઈ ઉર્ફે મંથન ચન્દ્રકાંત ઉર્ફે બંટી થોરાટ નામનો 19 વર્ષનો શખ્સ ગત તા.22ના રોજ બે સગીર વયની તરુણીને ભગાડી ગયો હતો. જેમાં એક 14 વર્ષની અને બીજી 15વર્ષની તરુણીને સાથે સતી બસમાં બેસીને ગોંડલ ચોકડીએ ઉતરી ગયો હતો. બાદમાં ત્યાંથી ત્રણેય વડોદરા ભાગી ગયા હતા, તરુણીના પિતાએ આ અંગે એ ડિવીઝનમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરીને મંથનને વડોદરાથી પકડી પાડ્યો હતો.

બને તરુણીને બાદમાં પોલીસ જૂનાગઢ લાવી હતી.. પોલીસે આરોપીનું મેડીકલ ચેકઅપ કરીને પોક્સો અન્વયે કાર્યવાહી કરી છે. તો બીજા કેસમાં ઉપલેટા મોટી પાનેલી ગામનો હિરેન બના સોલંકી ઉ.20 સામે પોક્સો કેસ અન્વયે બી ડિવીઝન પોલીસે આરોપીને જામનગરના નિકાવા ખાતેથી ઝડપી લઈને કાર્યવાહી કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


Vadodara News/વડોદરામાં સ્પા વર્કર યુવતીનું અપહરણ : ગરમ ચપ્પુથી યુવતીને ડામ આપ્યા

Gujarat News/ઓખા બંદરેથી રવાના થયેલ ભારતીય માછીમારી બોટનુ પાકિસ્તાન મરીન સેક્યુરિટી એનજસી દ્વારા અપહરણ

Surat News/સુરતમાં ચોકલેટની લાલચ આપી 3 વર્ષના બાળકનું અપહરણ, પોલીસે 117 મિનિટમાં ઝડપ્યો આરોપી