Gujarat News/ અંબાલાલની આગાહી :ગુજરાતમાં ડિસેમ્બરમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાનો ખતરો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક રાજ્યોમાં સેન્યાર વાવાઝોડાની અસરને કારણે વરસાદ પણ પડી શકે છે

Gujarat

Gujarat News : ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, દક્ષિણ બંગાળની ખાડી ઉપર બનેલા લો પ્રેશરને કારણે કાવેરી ડેલ્ટા, તમિલનાડુના દક્ષિણી અને દક્ષિણ તટીય જિલ્લાઓમાં રવિવારેભારે વરસાદ થયો છે. આગામી 24 કલાકમાં તે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે. મંગળવારથી એક નવું લો પ્રેશર બનવાની પણ સંભાવના છે, જેનાથી ઉત્તર-પૂર્વીય ચોમાસાની સક્રિયતા વધુ વધશે,એમ MDએ કહ્યું છે.

IMD દ્વારા જાહેર કરાયેલા તાજા અપડેટ મુજબ, આ સિસ્ટમ હાલમાં મલક્કા જલડમરુમધ્ય અને દક્ષિણ અંદમાન સાગરની આસપાસ સક્રિય છે અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી તરફ ધીમે ધીમે આગળ વધી રહી છે. તેથી તેના ચોક્કસ માર્ગ અને અસર વિશે સ્પષ્ટ માહિતી આજ સાંજ સુધીમાં મળી શકશે. ચક્રવાતનો સામનો કરવા માટે IMDએ ચેતવણી પણ જાહેર કરી છે અને કહ્યું છે કે, માછીમારો 27 નવેમ્બર સુધી દક્ષિણ અંદમાન સાગરમાં ન જાય. તેમજ 24 થી 28 નવેમ્બર સુધી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં માછીમારોને ન જવાની ચેતવણી જાહેર કરીને પ્રતિબંધ મૂકવાની સલાહ આપી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેટલાક રાજ્યોમાં સેન્યાર વાવાઝોડાની અસરને કારણે વરસાદ પણ પડી શકે છે. મલાક્કા અને બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર હવે ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે. જેના કારણે સેન્યાર વાવાઝોડું આવવાનો ખતરો છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે દક્ષિણ અંડમાન સમુદ્ર પર નીચું દબાણ ધરાવતું ક્ષેત્ર હવે ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે. આ કારણે સોમવારથી વાવાઝોડું સેન્યાર તીવ્ર બનશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલની માહિતી મુજબ 22 ડિસેમ્બર બાદ ભારે ઠંડી પડવાની સંભાવના છે. વાતાવરણમાં ડિસેમ્બરના અંતમાં પલટો આવશે અને ઠંડીમાં વધારો થઈ શકે છે. જ્યારે જાન્યુઆરીમાં ઠંડી ભુક્કા કાઢી નાખશે. તો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ ગુજરાતમાં માવઠું પડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલે આપેલી માહિતી પ્રમાણે 22 ડિસેમ્બર બાદ ભારે ઠંડી પડવાની સંભાવના છે. ડિસેમ્બરના અંતમાં વાતાવરણમાં પલટો આવશે અને ઠંડીમાં વધારો થઈ શકે છે. જ્યારે જાન્યુઆરીમાં ઠંડી ભુક્કા કાઢી નાખશે. તો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ ગુજરાતમાં માવઠું પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


Gujarat Weather/હવામાનમાં આવ્યો પલટો, ઠંડા પવનો ફૂંકાતા ગરમીથી મળી રાહત

Gujarat News/રાજ્યના હવામાનમાં આવશે પલટો

Gujarat Weather/અરબ સાગરમાંથી આવતા ભેજને કારણે રાજ્યમાં આ જીલ્લાઓનું હવામાન બદલાશે!