Gujarat Weather/ હવામાનમાં આવ્યો પલટો, ઠંડા પવનો ફૂંકાતા ગરમીથી મળી રાહત

આગામી 10 થી 13 એપ્રિલ દરમિયાન ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

Gujarat Top Stories

Gujarat Weather News: આગામી 48 કલાકમાં હવામાન (Weather)માં મોટો ફેરફાર થશે અને 10 મેથી અરબી સમુદ્રમાં વાવાઝોડા (Cyclone) અને ભારે વરસાદ (Heavy Rain)ની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલથી વાતાવરણમાં પલટો આવતા ઠંડા પવનો ફૂંકાયા છે. લોકોને ગરમીથી રાહત મળી છે.

ધોરાજી પંથકના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. વાતાવરણમાં આવેલ પલ્ટાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સમગ્ર પંથકના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. વાતાવરણમાં પલ્ટાથી તૈયાર પાકને નુકસાન થઇ શકે છે. તલ, ઉનાળું મગફળી, અડદ સહિતના પાકને નુકસાન થશે.

Gujarat Hardlook: Heatwave hits Workers, Traffic Cops worst | Ahmedabad News - The Indian Express

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે 48 કલાકમાં હવામાન (Weather)માં મોટો ફેરફાર થવાની આગાહી કરી છે. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, રાજકોટ તેમજ મોરબી, આણંદ, હળવદ, કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસુ 2006 કે 2007 જેવું રહેવાની શક્યતા છે. મે મહિનામાં બંગાળની ખાડીમાં ભયંકર તોફાન આવવાની શક્યતા છે, 10 મેથી અરબી સમુદ્રમાં ચક્રવાત આવવાની શક્યતા છે, જેનાથી વિવિધ વિસ્તારોમાં તેની માઠી અસર દેખાશે.

Cyclone Biparjoy Highlights: Landfall tomorrow, coastal areas on alert | Today News

આણંદ (Anand) જીલ્લામાં હજુ પણ 2 દિવસ ગરમીનું જોર રહેશે. ઉત્તર-પશ્ચિમમાંથી ગરમ પવન ફૂંકાતા તાપમાન વધશે. દૈનિક તાપમાનમાં 1 ડિગ્રી વધારો નોંધાવાની શક્યતા જણાઈ રહી છે. બે દિવસ બાદ વાદળો છવાતા ગરમીનો પારો નીચો જશે, આકાશમાંથી વરસતા અગનગોળાથી જનતા ત્રાહિમામ થઈ ગઈ છે.

આગામી 10 થી 13 એપ્રિલ દરમિયાન ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. દેશના ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં ભીષણ ગરમી (Heatwave) અને ગરમીના મોજાએ પોતાની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે એપ્રિલમાં ભારે પવન, તોફાન અને ચક્રવાત રહેશે. આ વાવાઝોડું 14 એપ્રિલથી બંગાળની ખાડીમાં શરૂ થશે. 10 થી 18 મે દરમિયાન વાવાઝોડું આવવાની શક્યતા છે. 4 જૂન સુધી રોહિણી નક્ષત્ર દરમિયાન કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં પણ વરસાદની શક્યતા છે. 8 એપ્રિલ સુધી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગરમી (Heat)નું મોજું યથાવત્ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં માવઠા બાદ ગરમ પવનો ફૂંકાશે, ધૂળની ડમરીઓ ઉડશે

આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં વ્યાપી ચિંતા, ગરમીથી મળી લોકોને રાહત

આ પણ વાંચો:હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ કર્યુ જારી, ગરમ પવનો ફૂંકાશે