Gujarat Weather: હવામાન વિભાગે (Indian Meteorological Department) અમદાવાદ સહિત 5 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ (Yellow Alert) જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજકોટમાં પણ પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) જારી કરવામાં આવ્યું છે. IMDના જણાવ્યા અનુસાર, 2 એપ્રિલથી 8 એપ્રિલ સુધી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગરમી (Heat)નું મોજું યથાવત્ રહેશે. આ સમયગાળા દરમિયાન, કચ્છ, પોરબંદર, મહેસાણા, પાટણ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા અને પાટણમાં ગરમીનું મોજું રહેશે.
હવામાન વિભાગે (IMD) જણાવ્યું હતું કે ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં પણ ગરમીનું મોજું ફૂંકવાની શક્યતા છે. પોરબંદરમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રાજ્યના 8 શહેરોમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. ભુજમાં 42.8 ડિગ્રી, અમરેલીમાં 41.3 ડિગ્રી અને ડીસામાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.9 ડિગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આગામી 6 દિવસ સુધી અસહ્ય ગરમી પડશે. સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં નારંગી અને પીળા રંગનું ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે. 4 અને 5 એપ્રિલે કચ્છ, રાજકોટ અને જૂનાગઢ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે 6 અને 7 એપ્રિલે કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર સાબરકાંઠા, જૂનાગઢ અને મોરબીમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, કેટલાક રાજ્યોમાં ગરમીનું મોજું અને કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના છે. આગામી 24 કલાકમાં વરસાદની આગાહી છે અને આગામી 6 દિવસ સુધી ગરમીનું મોજું ચાલુ રહેવાની આગાહી છે. પોરબંદરમાં આજથી ત્રણ દિવસ સુધી ગરમીનું મોજું રહેવાની આગાહી છે અને ગરમી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે, આગામી ત્રણ દિવસ માટે કચ્છ, રાજકોટ અને જૂનાગઢમાં ગરમીનું મોજું રહેવાની આગાહી છે અને સાથે જ પીળા રંગનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો આગામી 24 કલાકમાં અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં માવઠા બાદ ગરમ પવનો ફૂંકાશે, ધૂળની ડમરીઓ ઉડશે
આ પણ વાંચો:ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં વ્યાપી ચિંતા, ગરમીથી મળી લોકોને રાહત
આ પણ વાંચો:ગરમીનો પારો ઊંચે જશે, પવનની દિશા બદલાઈ