Gujarat Weather: ઉનાળાની શરૂઆત સાથે જ રાજ્યમાં તીવ્ર ગરમી શરૂ થઈ ગઈ છે. થોડા દિવસની રાહત બાદ ફરી તાપમાન (Temperature)માં વધારો થયો છે, હવામાન વિભાગે પણ તીવ્ર ગરમીની આગાહી કરી છે. જે મુજબ, 3 દિવસ પછી રાજ્યમાં ફરીથી ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં 3 દિવસ પછી ગરમીની તીવ્રતા વધશે. પવનની દિશા બદલાતાં, 22 માર્ચથી ગરમીની તીવ્રતા વધશે.
19 થી 21 માર્ચ સુધી મહત્તમ તાપમાનમાં થી 2 ડિગ્રીનો વધારો થશે. 22 માર્ચથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. IMD મુજબ, આગામી 2-3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાન 39-41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ કારણે આ વિસ્તારોમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે. આના કારણે, 15 માર્ચથી 19 માર્ચ દરમિયાન દક્ષિણ ગુજરાતનાં પ્રદેશોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાય તેવી શક્યતા છે.
જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 36 થી 37 ડિગ્રી રહેશે. વધુમાં આજથી ગરમીથી શેકાવા તૈયાર રહેવું પડશે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન મહુવામાં 38.2 ડિગ્રી નોંધાયું છે, અમદાવાદમાં તાપમાન 37.5 ડિગ્રી નોંધાયું, ગાંધીનગરમાં 37.4 ડિગ્રી તાપમાન, ડીસામાં 38.1, વડોદરામાં 37 ડિગ્રી તાપમાન, સુરતમાં 36, ભુજમાં 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું, અમરેલીમાં 36.8, પોરબંદરમાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં 35.7, સુરેન્દ્રનગરમાં 37.3 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 37.7 ડિગ્રી તાપમાન, કેશોદમાં 37.2 ડિગ્રી તાપમાન રહ્યું છે.
આ પણ વાંચો:આગામી 2 દિવસ ગુજરાતમાં પડશે આકરી ગરમી, IMDએ જારી કર્યુ યલો એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીની ‘હીટ માર્ચ’ : મોટાભાગના વિસ્તારોમાં 40થી ઉપર તાપમાન