Gujarat Weather/ ગુજરાતમાં માવઠા બાદ ગરમ પવનો ફૂંકાશે, ધૂળની ડમરીઓ ઉડશે

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના હવામાન (Weather)માં પલટો આવી શકે છે.

Top Stories Gujarat
hot winds will blow in gujarat after mavatha dust clouds will fly kp 2025 04 03 1 ગુજરાતમાં માવઠા બાદ ગરમ પવનો ફૂંકાશે, ધૂળની ડમરીઓ ઉડશે

Gujarat Weather: ગુજરાતમાં હવામાન વિભાગે ( Indian Meteorological Department) રાજ્યના હવામાનમાં પલ્ટો આવવાની આગાહી કરી છે. ગરમીના મોજાની આગાહી સાથે વાવાઝોડાની પણ શક્યતા છે. ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) જારી કરવામાં આવ્યું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં માવઠા (Unseasonal Rain)ની પણ આગાહી છે.

આગામી એક અઠવાડિયા સુધી રાજસ્થાન, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં ગરમી (Heat)નું મોજું રહેશે તેવો અંદાજ છે. બુધવારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હિમાચલ, આસામ અને મેઘાલયમાં તાપમાન સામાન્ય કરતા 3 થી 5 ડિગ્રી વધારે રહ્યું હતું.

Image 2025 04 03T073656.374 ગુજરાતમાં માવઠા બાદ ગરમ પવનો ફૂંકાશે, ધૂળની ડમરીઓ ઉડશે

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના હવામાન (Weather)માં પલટો આવી શકે છે. આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ (Cloudy Weather) રહેશે અને હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, દરિયા કિનારાના વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે અને ત્યાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન (Wind) ફૂંકાઈ શકે છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

આ પવનને કારણે આંબા પરથી કેરી (Mango)ઓ ખરી જવાની ભીતિ છે, જેના કારણે ખેડૂતો (Farmer)ને મોટું નુકસાન થઈ શકે છે. અગાઉ પણ માર્ચ મહિનામાં થયેલા કમોસમી વરસાદ અને પવનને કારણે કેરીના પાકને ઘણું નુકસાન થયું છે અને હવે ફરીથી માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ઉનાળાના બળબળતા તાપ વચ્ચે હીટવેવ (Heatwave)થી બચવા બસ આટલું કરો..

પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું; બાળક, સગર્ભા, વૃદ્ધ તથા બિમાર વ્યક્તિની વિશેષ કાળજી રાખવી

શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા પીણા કે ભારે આહાર લેવાનો ટાળો

Image 2025 04 03T073547.742 ગુજરાતમાં માવઠા બાદ ગરમ પવનો ફૂંકાશે, ધૂળની ડમરીઓ ઉડશે

લૂ થી બચવા આટલું કરો:

રેડિયો સાંભળો, ટી.વી. જૂઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાંથી માહિતી મેળવો. તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું.

વાઈ, હૃદય, કીડની કે યકૃત સંબંધી બીમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાંથી પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.

Image 2025 04 03T073849.959 ગુજરાતમાં માવઠા બાદ ગરમ પવનો ફૂંકાશે, ધૂળની ડમરીઓ ઉડશે

શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઊપયોગ કરવો. વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરવા. જો તમે ઘર ની બહાર હોવ તો માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન-ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવી પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો. લૂ લાગવાની સૌથી વધુ સંભાવના છે તેવા બાળક, સગર્ભા, વૃદ્ધ, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિની વિશેષ કાળજી લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં હવામાનમાં આવ્યો પલટો, ગરમીથી મળી આંશિક રાહત

આ પણ વાંચો:વડોદરામાં હિટવેવના કારણે પ્રથમ મોત,આગામી દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા

આ પણ વાંચો:રાજ્યમાં વાદળછાયું રહેશે વાતાવરણ, કમોસમી વરસાદ અને તાપમાનમાં ફેરફારની શક્યતા