Gujarat News/ ‘હનુમાનજીની ભક્તિ પર કોઈ કોપીરાઇટ નથી’: કિંગ ઓફ સાળંગપુર ટ્રેડમાર્ક વિવાદ પર કોઠારી સ્વામીની સ્પષ્ટતા

સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર (Salangpur Hanumanji Temple) ટ્રસ્ટે ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમા અને સત્તાવાર લોગોના ટ્રેડમાર્ક તથા કોપીરાઇટ મુદ્દે સ્પષ્ટતા કરી છે. ટ્રસ્ટનું કહેવું છે કે હનુમાનજીની ભક્તિ, પૂજા કે આરાધના પર કોઈ પ્રતિબંધ નથી, આ પગલું માત્ર છેતરપિંડી અને દુરુપયોગ રોકવા માટે લેવામાં આવ્યું છે.

Top Stories Gujarat Others Breaking News
Salangpur Hanumanji Temple:હનુમાનજીની પૂજા-આરાધના પર કોઈ પ્રતિબંધ નથી

Salangpur Hanumanji Temple: વિશ્વવિખ્યાત સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા ‘કિંગ ઓફ સાળંગપુર’ તરીકે ઓળખાતી ભવ્ય પ્રતિમા અને તેની સાથે સંકળાયેલા બૌદ્ધિક સંપત્તિ હકો (Intellectual Property Rights) મેળવવાના નિર્ણય બાદ સોશિયલ મીડિયા અને ભક્તોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી. હવે આ સમગ્ર મુદ્દે મંદિર (Salangpur Hanumanji Temple)ના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે.

કોઠારી સ્વામીએ જણાવ્યું કે હનુમાનજીના નામ, તેમની પૂજા, આરાધના, ભક્તિ કે ધાર્મિક અનુષ્ઠાનો પર કોઈ પ્રકારનો કોપીરાઇટ કે પ્રતિબંધ નથી. દેશ-વિદેશના તમામ ભક્તો અગાઉની જેમ જ ભાવપૂર્વક હનુમાનજીની ભક્તિ કરી શકે છે.તેમણે સમજાવ્યું કે ટ્રેડમાર્ક અને કોપીરાઇટ માત્ર સાળંગપુર મંદિર (Salangpur Hanumanji Temple) પરિસરમાં સ્થાપિત “કિંગ ઓફ સાળંગપુર” તરીકે ઓળખાતી વિશિષ્ટ પ્રતિમા, તેના અનન્ય સુવર્ણ વાઘા, સત્તાવાર લોગો અને સંબંધિત ડિઝાઇન સુધી મર્યાદિત છે. આ કાયદાકીય સુરક્ષા મંદિરની આગવી ઓળખ જાળવવા માટે લેવામાં આવી છે.

શા માટે લેવાયો આ નિર્ણય?

મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી કેટલાક લોકો દ્વારા સાળંગપુર ધામના નામ અને ઓળખનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો. નકલી મૂર્તિઓ, નકલી પ્રસાદી, ફેક વેબસાઇટ અને ઓનલાઈન દાન તેમજ રૂમ બુકિંગના નામે ભક્તો સાથે છેતરપિંડી થતી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા.ટ્રસ્ટનું માનવું છે કે આવા ગેરકાયદે ઉપયોગને રોકવા અને ભક્તોને આર્થિક નુકસાનથી બચાવવા માટે કાયદાકીય સુરક્ષા મેળવવી જરૂરી બની હતી. આ નિર્ણયનો મુખ્ય હેતુ મંદિરની પ્રતિષ્ઠા અને ભક્તોના હિતોની રક્ષા કરવાનો છે.

Salangpur Hanumanji Temple: દાદાના ચરણોમાં સમર્પિત કરાયા પ્રમાણપત્રો

મંદિર ટ્રસ્ટે જણાવ્યું કે ‘કિંગ ઓફ સાળંગપુર’ સહિત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રતીકોના ટ્રેડમાર્ક અને કોપીરાઇટ સંબંધિત પ્રમાણપત્રો પ્રાપ્ત થયા બાદ તેને ભક્તિભાવપૂર્વક કષ્ટભંજન દેવ હનુમાનજીના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યા હતા.આ સમગ્ર પ્રક્રિયા બૌદ્ધિક સંપત્તિ ક્ષેત્રના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.

ભક્તોને શું અપીલ?

કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ ભક્તોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહે અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરે. તેમણે વધુમાં જણાવ્યું કે ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત રાખવા માટે આધુનિક કાયદાકીય વ્યવસ્થાનો ઉપયોગ કરવો સમયની જરૂરિયાત છે.મંદિર ટ્રસ્ટે આ મુદ્દે કોઈપણ પ્રકારનું રાજકારણ ન કરવાની અપીલ પણ કરી છે અને કહ્યું છે કે આ નિર્ણયનો હેતુ માત્ર સાળંગપુર ધામની આગવી ઓળખ, પ્રતિષ્ઠા અને ભક્તોના હિતોની સુરક્ષા કરવાનો છે.

54 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા બનશે આકર્ષણનું કેન્દ્ર

સાળંગપુર ધામ (Salangpur Hanumanji Temple)માં ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રોજેક્ટ અંતર્ગત હનુમાનજીની આશરે 54 ફૂટ ઊંચી અને લગભગ 30 હજાર કિલો વજન ધરાવતી પંચધાતુની વિરાટ પ્રતિમા સ્થાપિત થવાની છે. આ ભવ્ય પ્રતિમા હરિયાણાના ગુરુગ્રામમાં તૈયાર કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં સાળંગપુર ધામની વિશેષ ઓળખ બનશે.


આ પણ વાંચો:સાળંગપુર કષ્ટભંજન દેવને અત્તરથી સુશોભિત કરાયાં

આ પણ વાંચો:સાળંગપુર હનુમાનજી મૂર્તિના કોપીરાઇટ વિવાદે પકડ્યો વેગ, ગુજરાતના સંત સમાજમાં ભારે રોષ

આ પણ વાંચો:હનુમાનજીની મૂર્તિના ટ્રેડમાર્કનો જબરદસ્ત વિવાદ છેડાયો, જયોતિર્નાથ બાપુ ભડક્યા