Surat News: સુરત (Surat)નાં ઉત્રાણ (Utaran)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક તબીબ (Doctor) પતિએ તેની તબીબ પત્ની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી (Cheating) કરી છુટાછેડા (Divorce) આપી દીધા છે. ડૉ. તુષાર ભારંબે (Dr. Tushar Bharambe)એ પોતાની તબીબ પત્ની નમ્રતા (Dr. Namrata)ના નામે 10 બેંકો (Banks)માંથી 14 કરોડ રૂપિયાની લોન (Loan) લીધી હતી. બાદમાં પત્નીની નકલી સહી (Fake Sign)નો ઉપયોગ કરીને 10 બેંકોમાંથી લોન લીધી હતી. ડૉ. તુષાર ભારંબે અને તેમના પિતા પ્રકાશ ભારંબેએ સાથે મળીને આખું કૌભાંડ (Scam) આચર્યું હોવાનું સામે આવ્યો છે.
અહેવાલ અનુસાર, નમ્રતાએ IVF સેન્ટર માટે લોન લેવા માટે તેના દસ્તાવેજો (Documents) તેના પતિ પ્રકાશ ભારંબેને આપ્યા હતા. તબીબ પતિએ જણાવ્યું કે તે 2020 માં જ ચૂકવી દેવામાં આવ્યું હતું. જોકે, ડૉ. નમ્રતાને શંકા ગઈ અને તપાસમાં જાણવા મળ્યું કે તેમના નામે 14 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી છે. પતિએ છેતરપિંડી કરી હોવાની જાણ થતાં મહિલા ડોક્ટરે છુટાછેડા (Divorce) લઈ લીધા હતા. છુટાછેડાના સમાધાનમાં ડૉ. તુષારે લોન ચુકવવાની સંપૂર્ણ જવાબદારી લીધી હતી. જોકે, આપેલું વચન પાળ્યું નહતું, ડોક્ટર પતિએ લોનનાં હપ્તા ચુકવ્યા નહીં, ત્યારે બેંકે ડૉ. નમ્રતા પાસેથી વસૂલાત કરવાની શરૂઆત કરી હતી. આખરે મહિલા તબીબની ફરિયાદના આધારે પોલીસે તબીબ તુષાર ભારંબેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
સમગ્ર કૌભાંડમાં પતિ અને સસરાએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મહિલા ડોક્ટરના નામે કરોડો રૂપિયાની લોન લીધી હતી. વધુમાં, ખોટા IT રિટર્નના આધારે, ડો. પ્રકાશ અને તેના પિતાએ ડૉ. નમ્રતાના નામે લોન લીધી હતી. ઉત્રાણ પોલીસે (Utaran Police) મહિલાના પૂર્વ પતિ તુષાર ભારંબેની મહારાષ્ટ્રથી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:મોરબીમાં મહિલાનું ચકચાર મચાવતું જમીન કૌભાંડ