Junagadh News/ માળિયા કથિત મગફળી કૌભાંડમાં નવો વળાંક, તા. પંચાયતના સદસ્યની કલેકટરને રજૂઆત, સમગ્ર જિલ્લાની માટી કાળી છે, ગોડાઉનમા રહેલી મગફળી લાલ માટીની

આ ઘટનામાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. થાનના ગોડાઉનમાં લાગેલી આગમાં માળિયાની મગફળી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Gujarat Others

Junagadh News : જુનાગઢ જિલ્લામાં કથિત મગફળી કૌભાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. માળિયા તાલુકા પંચાયતના સદસ્ય પિયુષ પરમારે આ મામલે સક્રિયતા દાખવી છે અને જિલ્લા કલેકટર તેમજ ખેતીવાડી અધિકારી સમક્ષ રજૂઆત કરી છે. પરમારે સમગ્ર જિલ્લામાં કાળી માટી હોવા છતાં ગોડાઉનમાં પડેલી મગફળી લાલ માટીની હોવાનો દાવો કર્યો છે, જેના કારણે આ કૌભાંડને લઈને અનેક શંકાઓ ઉભી થઈ છે.

પિયુષ પરમારે કલેકટરને કરેલી રજૂઆતમાં ગોડાઉનની સુરક્ષા વધારવાની માંગણી કરી છે, જેથી પુરાવા સાથે કોઈ ચેડાં ન થાય. આ સાથે જ તેમણે ખરીદીના CCYV અને મંડળીઓ સંબંધિત માહિતીઓ પણ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. પરમારે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી બે દિવસમાં આ મામલે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો તેઓ આંદોલન કરશે.

આ ઘટનામાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. થાનના ગોડાઉનમાં લાગેલી આગમાં માળિયાની મગફળી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પિયુષ પરમારે થાનમાં લાગેલી આગ સંબંધિત માહિતીઓ પણ માંગાવી છે, જેથી આ ઘટનાના તાર ક્યાં જોડાયેલા છે તે જાણી શકાય.

માળિયા તાલુકા પંચાયતના સદસ્ય પિયુષ પરમારે જણાવ્યું હતું કે, “જૂનાગઢ જિલ્લાની માટી કાળી છે, પરંતુ ગોડાઉનમાં જે મગફળી છે તે લાલ માટીની છે. આ એક ગંભીર બાબત છે અને આ કૌભાંડની તપાસ થવી જોઈએ. અમે કલેકટર સાહેબને રજૂઆત કરી છે કે ગોડાઉનની સુરક્ષા વધારવામાં આવે અને ખરીદી સંબંધિત તમામ માહિતી અમને આપવામાં આવે. જો બે દિવસમાં તપાસ શરૂ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.”

જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે આ મામલે જણાવ્યું હતું કે, “અમને રજૂઆત મળી છે અને અમે આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી છે. અમે નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરીશું અને તપાસમાં જે પણ તથ્ય સામે આવશે તે મુજબ પગલાં લેવામાં આવશે.”

આ ઘટનાએ જૂનાગઢના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે. શું આ ખરેખર મગફળી કૌભાંડ છે કે પછી કોઈ….? તપાસ બાદ જ આ સવાલનો જવાબ મળી શકશે. હાલમાં તો માળિયાના સદસ્યની રજૂઆત અને તેમની ચીમકીએ સમગ્ર મામલાને નવો વળાંક આપ્યો છે.

@ AMMAR BAKHAI


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: માળીયાહાટીનામાં મગફળી કૌભાંડની આશંકા, તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા કરાયો આક્ષેપ

આ પણ વાંચો: રાજસ્થાનથી મગફળી ઘુસાડી સૌરાષ્ટ્રના ગોડાઉનમાં રાખી, જાણી જોઇને આગ લગાડાઈ હોવાનો વિરોધ પક્ષનો આક્ષેપ

આ પણ વાંચો: ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપ, વિપક્ષે સરકાર પર ધોયા માછલા, ગરમાયું રાજકારણ