Rajkot News/ અડધી રાતે ગામની સીમમાં લોહિયાળ જંગ, મામાના પ્રેમપ્રકરણમાં નિર્દોષ ભાણેજની હત્યા

રાજકોટના ગોંડલ તાલુકામાં મામાના પ્રેમ પ્રકરણ (Love Affair) ને લઈને નિર્દોષ ભાણેજ ચંદનકુમાર રાઉતની હત્યા. પોલીસે 6 આરોપીઓ ઝડપ્યા.

Gujarat Top Stories Rajkot
Love Affair

Rajkot News: રાજકોટ જિલ્લામાં પ્રેમ-પ્રકરણ (Love Affair)ને લઈ થયેલી અદાવતે એક નિર્દોષ યુવાનનો જીવ લઈ લીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મામાના પ્રેમ સંબંધ (Love Affair)ને લઈને ઉભા થયેલા વિવાદમાં સમગ્ર બાબતથી અજાણ 22 વર્ષીય ભાણેજ ચંદનકુમાર રાઉતની કરુણ હત્યા કરવામાં આવી છે. અડધી રાતે ગામની સીમમાં બોલાવીને આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. આ ગંભીર ગુનામાં ગોંડલ તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં 6 આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

જમવાના બહાને ગામની સીમમાં બોલાવ્યા

મૂળ બિહારના બાંકા જિલ્લાના વતની લાલુકુમાર રાઉત દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ગત 17 ડિસેમ્બર 2025ના રોજ રાત્રિના સમયે તેના મિત્ર રાકેશ કુમાર મંડલે ફોન કરીને જમવાનો પ્રોગ્રામ રાખ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ રાત્રે અંદાજે 1.30 વાગ્યે લાલુકુમાર પોતાના મિત્ર વિવેકકુમાર અને ભાણેજ ચંદનકુમાર સાથે સડક પીપળીયા ગામની સીમમાં પહોંચ્યો હતો.

પ્રેમ-પ્રકરણ (Love Affair) મુદ્દે ઉગ્ર બોલાચાલી

ભરૂડી ટોલનાકા પાસે પહોંચતા જ રાકેશકુમાર અને તેના મિત્રો ત્યાં હાજર હતા. આ દરમિયાન રાકેશકુમારે લાલુકુમાર પર તેના ભાઈ નવીનની પત્ની પ્રીતિ સાથે સંબંધ (Love Affair) હોવાનો આરોપ લગાવ્યો હતો અને મોબાઇલ ચેક કરવા માગ્યો હતો. મોબાઇલ આપવાનો ઇનકાર કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ શરૂ થઈ હતી.

વચ્ચે પડેલા ભાણેજ પર છરી વડે હુમલો

વિવાદ વધતા લાલુકુમાર ત્યાંથી દૂર જતો રહ્યો, ત્યારે ભાણેજ ચંદનકુમાર અને મિત્ર વિવેકકુમાર વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન રાકેશકુમારે ચંદનકુમારનું પાછળથી ગળું પકડી લીધું અને અન્ય આરોપીઓએ તેના પર હુમલો કર્યો હતો. આરોપી રાકેશકુમારે છરી વડે હુમલો કર્યો હતો, જ્યારે છોટાલાલ દવે દ્વારા પથ્થરથી ઘાતક માર મારવામાં આવ્યો હતો, જેના કારણે ચંદનકુમાર જમીન પર ઢળી પડ્યો હતો.

Love Affair

હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત

ઘટના બાદ વિવેકકુમારે તાત્કાલિક 112 પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ચંદનકુમારને ગોંડલ સરકારી હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ ફેલાઈ ગયો હતો.

6 આરોપીઓની ધરપકડ, કાયદેસરની કાર્યવાહી શરૂ

મૃતકના મામા લાલુકુમાર રાઉતની ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં રાકેશકુમાર મંડલ, છોટેલાલ દવે, નવીનકુમાર મંડલ, છોટુ કુમાર મંડલ, ગણેશકુમાર ઉર્ફે ડમરુ અને નીરજકુમાર રાઉત સહિત કુલ 6 આરોપીઓને ધરપકડ કરી છે. હાલ તમામ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  રાજકોટમા પતિએ પત્નીની ક્રૂરતાપૂર્વક કરી હત્યા

આ પણ વાંચો: મહીસાગરમાં કુહાડીના ઘા ઝીંકી ખેડૂતની નિર્મમ હત્યા કરાઇ, અંગત અદાવતની શંકા

આ પણ વાંચો: નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મજૂરની હત્યા, સમયપાલન મુદ્દે ચોકીદારે ચાકુથી કર્યો ઘાતક હુમલો