Mahisagar News/ મહીસાગરમાં કુહાડીના ઘા ઝીંકી ખેડૂતની નિર્મમ હત્યા કરાઇ, અંગત અદાવતની શંકા

Mahisagar News: મહીસાગર જિલ્લામાંથી કંપાવી નાખે તેવી હત્યાની ઘટના સામે આવી છે. લુણાવાડા તાલુકાના સાત તળાવ ગામ ખાતે એક ખેડૂત (Farmer) યુવાન પર કુહાડીના 7થી વધુ ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી છે. ખેતર (Farm)માં રાત્રિ દરમિયાન તાપણું કરતા સમયે અજાણ્યા શખ્સ દ્વારા જીવલેણ હુમલો કરાયો હોવાની માહિતી સામે આવી છે. ખેતરમાં તાપણું કરતી વખતે […]

Gujarat Others Trending
Farmer

Mahisagar News: મહીસાગર જિલ્લામાંથી કંપાવી નાખે તેવી હત્યાની ઘટના સામે આવી છે. લુણાવાડા તાલુકાના સાત તળાવ ગામ ખાતે એક ખેડૂત (Farmer) યુવાન પર કુહાડીના 7થી વધુ ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી છે. ખેતર (Farm)માં રાત્રિ દરમિયાન તાપણું કરતા સમયે અજાણ્યા શખ્સ દ્વારા જીવલેણ હુમલો કરાયો હોવાની માહિતી સામે આવી છે.

ખેતરમાં તાપણું કરતી વખતે હુમલો

મળતી માહિતી મુજબ, સાત તળાવ ગામના ખેડૂત (Farmer) યુવાન રાત્રિના સમયે ખેતરમાં (Farm) રક્ષણ માટે તાપણું કરી રહ્યો હતો. એ દરમિયાન અજાણ્યા હુમલાખોરે અચાનક હુમલો કરી સમીર પટેલ પર કુહાડીના એક પછી એક ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો નિર્દય હતો કે ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું.

 ઘટના સ્થળે પોલીસનો કાફલો

ઘટનાની જાણ થતાં જ મહિસાગર (Mahisagar)જિલ્લા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. લુણાવાડા તાલુકાના સાત તળાવ ગામમાં કેનાલ પાસે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. પોલીસે ઘટના સ્થળની તપાસ શરૂ કરી છે.

અંગત અદાવતની શંકા, CCTV તપાસમાં

પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને પીએમ પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસ માટે મેળવ્યા છે. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે અંગત અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોઈ શકે છે, જોકે તમામ પાસાઓથી તપાસ ચાલી રહી છે.

ગામમાં શોકનો માહોલ

ખેડૂત (Farmer) યુવાનની આવી રીતે નિર્મમ હત્યા થતાં સાત તળાવ ગામમાં શોક અને ભયનો માહોલ સર્જાયો છે. રાત્રિ દરમિયાન ખેતરમાં રક્ષણ કરતા ખેડૂતની હત્યા થવાથી સ્થાનિક લોકોમાં અસુરક્ષાની લાગણી પણ ઉભી થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરા પાદરાની મહેલી તલાવડી પાસે યુવકની ઘાતકી હત્યા, તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યારો ફરાર

આ પણ વાંચો:  રાજકોટમા પતિએ પત્નીની ક્રૂરતાપૂર્વક કરી હત્યા

આ પણ વાંચો: નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મજૂરની હત્યા, સમયપાલન મુદ્દે ચોકીદારે ચાકુથી કર્યો ઘાતક હુમલો