Gujarat News: આજે (8 માર્ચ 2026) ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ ક્રિકેટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાવાની છે. આ મેચ જોવા માટે દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ, બોલિવૂડ સેલિબ્રિટી, દિગ્ગજ ક્રિકેટરો અને ઉદ્યોગપતિઓ સરદાર વલ્લભાઇ પટેલ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) પર પહોંચી રહ્યા છે.
અમદાવાદ (Ahmedabad) માં T20 ફાઈનલનો જોરદાર માહોલ
ફાઈનલ પહેલાં યોજાનારી ક્લોઝિંગ સેરેમનીમાં રિકી માર્ટિન (Ricky Martin), પંજાબી પૉપ સિંગર સુખવીર (Sukhwinder Singh) અને ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક (Falguni Pathak) પરફોર્મ કરશે. મેચ નિહાળવા માટે કથાકાર જયા કિશોરી (Jaya Kishori) અમદાવાદ આવી પહોંચી છે.

જ્યારે મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) મોડીરાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. બોલિવૂડ અભિનેતા જોન અબ્રાહમ (John Abraham) 7 માર્ચે જ અમદાવાદ આવી ગયા હતા અને આજે મેચ જોવા સ્ટેડિયમ પહોંચશે. તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટર પ્રિમીઓ સ્ટેડિયમ પહોંચવશે જેના લીધે મોદી સ્ટેડિયમ હાઉસફૂલ થવાની શક્યતા છે.
ઇન્ડિયા જીતશે જ: ટી રાજાસિંઘ

તેમજ હૈદરાબાદના પૂર્વ પોલિટિશિયન ટી રાજાસિંઘ (T. Raja Singh) મેચ જોવા માટે અમદાવાદ (Ahmedabad) પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે આજે જ્યારે હું તેલંગાણા (Telangana) થી ફ્લાઇટમાં આવ્યો ત્યારે લગભગ 80થી 90 ટકા લોકો મેચ જોવા જ આવી રહ્યા હતા. લોકોમાં મેચને લઈને ભારે ઉત્સાહ છે અને આજે ભારત જ જીતશે તેવી મને પૂરી આશા છે.
ફેવરિટ ધોની, પણ આજે આખી ટીમને સપોર્ટ: જયા કિશોરી

મેચ જોવા માટે કથાકાર જયા કિશોરી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતી. તેમણે જણાવ્યું કે, અમે માત્ર ટીમને હિંમત આપવા આવ્યા છીએ, ટીમ પર કોઈ પ્રકારનો દબાણ બનાવવા માટે નથી આવ્યા. આમ તો મારા મનપસંદ ખેલાડી ધોની છે, પરંતુ આજે હું આખી ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે અહીં આવી છું.
મહેન્દ્રસિંહ ધોની અમદાવાદમાં, મોડીરાતે એરપોર્ટ પર જોવા મળ્યો

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) પણ અમદાવાદ આવી પહોંચ્યા હતા અને મોડીરાત્રે એરપોર્ટ પર જોવા મળ્યા હતા.
