Ahmedabad News: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અંગે સોશિયલ મીડિયા પર વિવિધ અફવાઓ અને રીલ્સ ફેલાઈ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ પહેલા, કેટલાક લોકો સ્ટેડિયમને (Narendra Modi Stadium) “પનોતી” કહી રહ્યા છે, અને એ પનોતીને દૂર કરવા આતરંગી સતરંગી ટોટકાઓ કરી રહ્યા છે. જેના કારણે ચાહકોમાં ચિંતા ફેલાઈ રહી છે.
કોઈ સ્ટેડિયમની આરતી ઉતારે છે તો કોઈ તેના પરથી લીંબુ મરચાં ઉતારે છે.એક ક્રિકેટ ચાહકે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) લીંબુ અને મરચાં સાથે પોતાનો એક વીડિયો પણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેને કહ્યું હતું કે કે “હિસ્ટ્રી રીપીટ, હિસ્ટ્રી ડિફીટ” જેવી ટેગલાઇન હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. ભારત ફાઇનલમાં પહોંચીને ઇતિહાસનું પુનરાવર્તન કરી રહ્યું છે અને આશા છે કે જીતીને ઇતિહાસને હરાવી શકે છે.

સ્ટેડિયમ (Narendra Modi Stadium)ને લઈ ફેન્સના ટોટકા
એક તરફ લોકોમાં મેચને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ફેન્સ આ મેચને લઈને આગાહી કરી રહ્યા છે. મેચ માટે પોતાની આગાહી કરતાં એક ક્રિકેટ ચાહકે કહ્યું કે અભિષેક શર્મા, સંજુ સેમસન અને હાર્દિક પંડ્યા આ વખતે બેટિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, જ્યારે જસપ્રીત બુમરાહ બોલિંગમાં ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. ન્યુઝીલેન્ડના ખેલાડીઓ વિશે વાત કરતા, તેમણે કહ્યું કે તેઓ ફિન એલનથી થોડો ડરે છે, જેમણે પહેલા 33 બોલમાં સદી ફટકારી હતી. સેન્ટનર, સીફર્ટ અને ડેરિલ મિશેલ પણ સારા ખેલાડીઓ છે, પરંતુ મને અપેક્ષા છે કે તેઓ ભારત સામે ખાસ સારું પ્રદર્શન નહીં કરે.

તેના પ્રિય ખેલાડીઓ રાહુલ દ્રવિડ, પછી વિરાટ કોહલી અને હાલમાં હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ છે. તેમની પ્રિય IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ છે. તેઓ સ્ટેડિયમમાં તોડફોડ થાય તેમાં માનતા નથી, પરંતુ સોશિયલ મીડિયાએ લોકોના મનમાં ડર પેદા કર્યો છે. આ ડરને દૂર કરવા માટે, મેં લીંબુ અને મરચાથી સ્ટેડિયમનું (Narendra Modi Stadium) નિરીક્ષણ કર્યું છે અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીશ.
