New Delhi News : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ભ્રષ્ટાચારના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિના વરિષ્ઠ પર્યાવરણ ઇજનેર અને એક ખાનગી વ્યક્તિનો સમાવેશ થાય છે. 91,500ની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયો હતો.સીબીઆઈના જણાવ્યા અનુસાર, એક વરિષ્ઠ પર્યાવરણીય એન્જિનિયરના પરિસરમાંથી 2.39 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. ભ્રષ્ટાચાર સામે સીબીઆઈની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.
સીબીઆઈએ રવિવારે વરિષ્ઠ પર્યાવરણ ઈજનેર, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (ડીપીસીસી), દિલ્હી અને 4 ખાનગી વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે. એવો આક્ષેપ છે કે વરિષ્ઠ પર્યાવરણ ઈજનેર ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ પાસેથી લાંચ લઈને તેમને ગેરકાયદેસર રીતે ફાયદો કરાવે છે.સીબીઆઈએ ભ્રષ્ટાચારના કેસમાં 6 આરોપીઓ સામે કાર્યવાહી કરી છે, જેમાંથી બેની ધરપકડ કરવામાં આવી છે.
1. મોહમ્મદ આરીફ, વરિષ્ઠ પર્યાવરણ ઇજનેર, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC), જસોલા વિહાર, દિલ્હી
2. ભાગવત શરણ સિંહ (મધ્યસ્થી)
3. કિસ્લે શરણ સિંહ (મધ્યસ્થીનો પુત્ર)
4. રાજ કુમાર ચુગ, પ્રોપ્રાઈટર, મેસર્સ રામ ઈલેક્ટ્રોપ્લેટર્સ, નવી દિલ્હી
5. ગોપાલ નાથ કપુરિયા, મેસર્સ MVM, નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયા, નવી દિલ્હી
6. અન્ય અજાણ્યા સરકારી કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓ
આ આરોપીઓ પર પ્રાઈવેટ કંપનીઓના પ્રતિનિધિઓ પાસેથી લાંચ લેવાનો અને તેમને ગેરકાયદેસર લાભ આપવાનો આરોપ છે. સીબીઆઈએ છટકું ગોઠવીને વરિષ્ઠ પર્યાવરણ ઈજનેર અને મધ્યસ્થીના પુત્રને 91,500 રૂપિયાની લાંચની રકમ સાથે પકડી પાડ્યા હતા. આરોપીઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેના પગલે વરિષ્ઠ પર્યાવરણ ઇજનેરનાં પરિસરમાંથી રૂ. 2.39 કરોડ (અંદાજે) ની રોકડ અને મિલકતના કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા.
આ પણ વાંચો: માત્ર એટલા માટે કોઈનું ઘર કેવી રીતે તોડી શકાય… બુલડોઝરની કાર્યવાહી પર જાણો સુપ્રીમ કોર્ટે બીજું શું કહ્યું?
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે કે. કવિતાને આપ્યા શરતી જામીન, 5 મહિનાથી જેલમાં હતા કેદ
આ પણ વાંચો: નવા કાયદા મુજબ અન્ડર ટ્રાયલ કેદીઓને શરતો પર મળી શકશે જમાનત, સુપ્રીમ કોર્ટ
