Not Set/ Video: દારૂના નશામાં પિતા બન્યો હેવાન, ૩ વર્ષના બાળકને રિક્ષા પર પટકીને માર્યો

હૈદરાબાદ હૈદરાબાદમાં એક કાળજું કંપાવીદે તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વિડીયો જોઇને ભલભલાના હાથ-પગ ઢીલા પડી જાય. આ વિડીયોમાં એક શખ્સ દારૂના નશામાં પહેલા પત્ની સાથે ઝઘડો કરે છે. પછી તેના ત્રણ વર્ષના માસૂમ બાળકને ઓટોરિક્ષા પર પટકીને ગુસ્સો નીકાળે છે. હાલ હૈદરાબાદનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ […]

Top Stories Trending Videos

હૈદરાબાદ

હૈદરાબાદમાં એક કાળજું કંપાવીદે તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વિડીયો જોઇને ભલભલાના હાથ-પગ ઢીલા પડી જાય. આ વિડીયોમાં એક શખ્સ દારૂના નશામાં પહેલા પત્ની સાથે ઝઘડો કરે છે. પછી તેના ત્રણ વર્ષના માસૂમ બાળકને ઓટોરિક્ષા પર પટકીને ગુસ્સો નીકાળે છે.

હાલ હૈદરાબાદનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં સાફ સાફ જોઈ શકાય છે કે એક હેવાનપિતા પોતાના ત્રણ વર્ષના માસૂમ બાળકને કેવી નિર્દયતાથી રિક્ષા પર પટકી રહ્યો છે.

તે સમયે હાજર લોકો બાળકને છોડાવવાની કોશિશ કરે છે, એક ન્યુઝ એજન્સી મુજબ આ વિડીયો સોમવારની રાતનો છે.