Surat News/ મોડલ હની પટેલનો રાજકારણમાં એન્ટ્રી કર્યા બાદ મોટો ધડાકો

હની પટેલે ભાજપના બગસરા તાલુકા પ્રમુખ પ્રદીપ ભાખર અને તેના પતિ તુષાર ગજેરાએ મળીને તેને 19 કિલો હાઈબ્રીડ ગાંજાના કેસમાં ફસાવી દીધી હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડલ હની પટેલ પાંચ દિવસ પહેલાં આમ આદમી પાર્ટી (AAP)માં જોડાઈ ત્યારથી જ ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. AAPનો ખેસ પહેરતાની સાથે જ તેના જૂના વાયરલ વીડિયો બિયરનો ગ્લાસ ભરતી હોય કે સિગારેટના કશ મારતી હોય  ફરી સોશિયલ મીડિયા પર છવાઈ ગયા.પરંતુ સૌથી મોટો ખુલાસો હનીએ પોતે કર્યો છે. ભાજપના બગસરા તાલુકા પ્રમુખ પ્રદીપ ભાખર અને તેના પતિ તુષાર ગજેરાએ મળીને તેને 19 કિલો હાઈબ્રીડ ગાંજાના કેસમાં ફસાવી દીધી હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો. છે હનીએ પોતાના ભૂતકાળને છુપાવ્યો નથી. તેણે સ્પષ્ટ કહ્યું કે, “મારો જે પાછલો રેકોર્ડ છે, જે વીડિયો છે, એ બધું જાણીજોઈને જ આમ આદમી પાર્ટીએ મને પાર્ટીમાં લીધી છે.”

હની પટેલ અને તુષાર ગજેરાના પરિવાર વચ્ચે સંબંધ પાક્કો થયો. તુષારના મિત્ર બગસરા તાલુકા ભાજપ (BJP) પ્રમુખ પ્રદીપ ભાખરનો (Pradeep Bhakhar) પણ સંપર્ક થયો હતો.બંનેએ અમદાવાદ કોર્ટમાં નોંધાવેલા લગ્ન કર્યા, કારણ કે દુબઈ શિફ્ટ થવાનું પ્લાન હતું.લગ્નના બીજા જ દિવસે હનીને ટાઈફોઈડ થયો, તેથી તે 7 દિવસ હોસ્પિટલમાં રહી હતી.

તુષારના ઘરે ગયા બાદ તુષારની મા અને પૂર્વ ગર્લફ્રેન્ડ સાથે વીડિયો કોલ પર ઝઘડો થયો હતો. જેના પછી તુષારે હાથ ઉપાડ્યો અને હની પિયર પરત આવી ગઈ. ત્યાર બાદ સમાધાન માટે તુષારે બેંગકોક ટુરનું પ્લાન બનાવ્યું. હનીએ કહ્યું કે બંને પરિવાર સાથે જઈશું. અંતે હનીના પરિવાર સાથે તુષાર બેંગકોક ગયો.બે દિવસ બાદ પ્રદીપ પ્રદીપ ભાખર પણ બેંગકોક પહોંચી ગયા.આ દરમિયાન પરત ફરતી વખતે અમદાવાદ એરપોર્ટ પર હનીના નામે ચેક-ઈન કરાવેલી એક બેગમાંથી 19.36 કિલો હાઈબ્રીડ ગાંજો મળ્યો હતો. હનીનો દાવો છે કે બેગ તેના હાથમાં નહોતી અને તેને ખબર પણ નહોતી. જેના પછી હની પટેલને જેલ થઈ હતી. હાલ NDPS કેસ ચાલુ છે.જામીન પર છૂટ્યા બાદ હનીએ AAP જોઈન કરી અને પ્રદીપ ભાખર-તુષાર ગજેરા પર ગાંજો પ્લાન્ટ કરીને ફસાવવાનો સીધો આરોપ લગાવ્યો છે.

હની એ કહ્યું હતું કે “પ્રદીપ ભાખરની નજર મારા પર ખરાબ હતી, મેં તુષારને ઘણી વાર કહ્યું પણ તે ન માન્યો. બેંગકોકથી પાછા ફરતી વખતે તુષાર અને પ્રદીપે મળીને મારા નામે ગાંજાવાળી બેગ ચેક-ઈન કરાવી દીધી. મને કંઈ ખબર નહોતી. મે એ બેગ ઉપાડી પણ નહોતી.”હાલ NDPS કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. હનીએ આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવાની તૈયારી દર્શાવી છે.આ મામલે ભાજપ નેતા પ્રદીપ ભાખર કે તુષાર ગજેરાએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. આમ આદમી પાર્ટીએ પણ હનીના આરોપોને “ગંભીર” ગણાવી તપાસની માગ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોડલ હની પટેલનો અંદાજ: હાથમાં બિયરનો ગ્લાસ અને ઈ-સિગારેટના કશ,આપમાં જોડાતા જ વીડિયો સામે આવવા લાગ્યા

આ પણ વાંચો:સુરતમાં AK-47 જેવી બંદૂકો લહેરાવતા યુવાનો, ભયનું વાતાવરણ સર્જ્યુ….

આ પણ વાંચો:સુરતમાં અલ્પેશ કથીરિયા સહિતના નેતાઓએ મોડી રાત્રે બેઠક યોજાઇ, ભાવનગરમાં એક દંપતી પર હુમલો થયો