Navsari News: નવસારીના તીઘરા રોડ પર (Tighra Road Navsari) આવેલા શાશ્વત એપાર્ટમેન્ટમાં (Shashwat Apartment) એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં 39 વર્ષીય કોમલબેન હાર્દિક શાહે એપાર્ટમેન્ટના ધાબા પરથી નીચે ઝંપલાવતાં તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
Tighra Road Navsari: સવારે 11:30 વાગ્યાની આસપાસ બની ઘટના
મળતી માહિતી મુજબ, કોમલબેને આજે સવારે આશરે 11:30 વાગ્યે આ પગલું ભર્યું હતું. તેમના પતિ હાર્દિક શાહના જણાવ્યા અનુસાર, કોમલબેન છેલ્લા કેટલાક સમયથી બીમારીથી પીડાતાં હતાં અને તેમની સારવાર પણ ચાલી રહી હતી. પ્રાથમિક આશંકા મુજબ, બીમારીને કારણે તેમણે આ પગલું ભર્યું હોઈ શકે છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
ધોરણ-12માં ભણતી દીકરીએ માતા ગુમાવી
કોમલબેનના પરિવારમાં તેમના પતિ હાર્દિકભાઈ, વૃદ્ધ સાસુ અને 18 વર્ષીય દીકરી છે. દીકરી ધોરણ-12માં અભ્યાસ કરે છે. માતાના અચાનક નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ટાઉન પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં નવસારી ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ટાઉન પોલીસ મથકના (Navsari Town Police) પીઆઇ એમ.એમ. ગામીતે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટનાના સંજોગો અને કારણ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક ડોક્ટરની ધરપકડ: ડો. અનુજ મહેશ્વરી પોલીસના સકંજામાં, ડો. નિરાલી હજુ ફરાર
આ પણ વાંચો: પાડોશી સાથેના ઝઘડા બાદ યુવકનો આપઘાત, બાપુનગર પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો
આ પણ વાંચો: રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 6 દિવસમાં 2 વિદ્યાર્થીના આપઘાત: પોલીસની પ્રાથમિક તપાસમાં બંને કેસ અલગ
