Surat News: સુરત (Surat)ના પુણા (Puna) ગામમાં સાડીનાં કારખાનામાં ફાયરિંગ (Firing)ની ઘટનાથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં માલિક સાથે જૂના કારીગરને માથાકૂટ થતાં 2 રાઉન્ડ ફાયરિંગ (Firing) કર્યુ હોવાનું સીસીટીવી (CCTV)માં સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. ફરાર આરોપીને ઝડપવા ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.
સુરત (Surat) જીલ્લાનાં પુણા ગામમાં સાડીનાં કારખાનામાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં પહેલા માળે મદનસિંગ ભાટીનાં કારખાનામાં ગઈકાલે બપોરે ત્રણ કારીગરો કામ કરી રહ્યાં હતા. બપોરે અગાઉ કામ કરી ચુકેલ કારીગર દિલીપસિંહ બંદૂક લઈને કારખાનામાં ઘૂસી આવ્યો હતો. તેની સાથે અન્ય એક શખ્સ પણ હતો. બંને જણાએ દરવાજો બંધ કરી ઓફિસમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું.
કામ કરી રહેલા કારીગરો દેવેન્દ્રકુમાર દધીબલપ્રસાદ ભારતી, મોહમંદ સમીર કમરૂદ્દીન અંસારી, રાકેશ સહાનીને નીચે બેસાડી દીધા હતા. પછી CCTV કેમેરા પણ તોડી નાખ્યા હતા. બાદમાં ‘અહીં ખાતામાં કેમ કામ કરો છો? તમને ના પાડી હતી, અહીં કામ કરવાનું નહીં…’ આવી ધમકી આપી મોબાઈલ ફોન અને લોકરમાંથી 10 હજાર જેટલા રોકડાની લૂંટ કરી બંને શખ્સો ફરાર થઈ ગયા હતા. વધુમાં ‘જો અહીં ફરીથી કામ કરવા આવ્યા તો મારી નાંખીશું’ની ધમકી આપી ચીલ ઝડપે ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો:સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા પછી વિધર્મી યુવકે મહિલા પર ગુજાર્યો બળાત્કાર
આ પણ વાંચો:સુરતમાં 6 વર્ષની બાળકીની પથ્થર વડે કરાઈ નિર્મમ હત્યા
આ પણ વાંચો:સુરતમાં 100 કરોડના ચકચારી બોગસ બિલિંગ કાંડમાં આરોપી કસ્ટડીમાં
