Surat News: સુરત (Surat)માં 100 કરોડ રૂપિયાના નકલી બિલિંગ (Bogus Billing)માં સંડોવાયેલ અને 15 કરોડની ITC ખોટી રીતે મેળવનાર આરોપી યતીન દુધાતની DGGI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, કોર્ટ કાર્યવાહી બાદ આરોપીને ન્યાયિક કસ્ટડી (Judicial Custody)માં મોકલવાનો આદેશ આપ્યો હતો.
ગત વર્ષે સુરતમાં 23 સપ્ટેમ્બર, 2024નાં રોજ કુંજ ફેશન પર દરોડા (Raid) પાડવામાં આવ્યા હતા. તપાસમાં શ્રીજી એક્સપોર્ટ, સેલ્ટન ઇમ્પેક્સ, ઇન્ફિનિટી ઇમ્પેક્સ, શ્રી કૃષ્ણા એન્ટરપ્રાઇઝ, ડેસ્ટિની ટ્રેડિંગ અને કુમાર એન્ટરપ્રાઇઝના નામ સામે આવ્યા હતા. તપાસમાં ચેતન નામના યુવકનું નામ ખુલ્યું હતું. યુવકની ધરપકડ બાદ સખ્ત પૂછપરછ કરાતા બોગસ બિલિંગ કૌભાંડ (Bogus Billing Scam) બહાર આવ્યું હતું. વધુ તપાસમાં વરાછાના યતીન વિનુ દુધાતનું નામ સામે આવતા DGGIએ ધરપકડ કરી હતી. આરોપીઓએ 15.19 કરોડની ITC (ઈનપુટ ટેક્સ ક્રેડિટ) ખોટી રીતે મેળવી હતી. પ્રાથમિક તપાસમાં આરોપ યતીને 100 કરોડથી વધુનું બોગસ બિલિંગ કૌભાંડ (Bogus Billing Scam) કર્યુ હોવાનું ખુલતા ધપકડ બાદ તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી (Judicial Custody)માં મોકલવામાંં આવ્યો છે.
અગાઉ સુરતમાં 200 કરોડના બોગસ બિલિંગ કૌભાંડ (Bogus Billing Scam)નો પર્દાફાશ થયો હતો. CGSTની તપાસમાં બોગસ બિલિંગ કૌભાંડ ખુલ્યું હતું. બોગસ બિલિંગ કૌભાંડમાં ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) લેનાર 34 પેઢીના આઠ સંચાલકો સામે ગુનો નોંધાયો હતો. તેઓએ 22 કરોડની આઇટીસી ખોટી રીતે મેળવી હતી.
તેઓએ આ પ્રકારે ખોટી રીતે અપનાવેલી મોડસ ઓપરેન્ડી (Modus Operandi)માં કેમિકલ, ભંગાર અને લાકડાના ખોટા બિલો બનાવ્યા હતા. તેમણે કારોબાર ભંગારનો બતાવ્યો હતો. ફ્રોડ કરનારાઓની ટોળીએ રીતસરની બનાવટી પેઢી જ બનાવી દીધી હતી. આ ઉપરાંત ફ્રોડની ટોળીએ જે બિલો બનાવ્યા તેમા કેમિકલના બિલો હતા. નવસારીના વેપારીઓએ લાકડાના બિલો મંગાવીને બોગસ બિલિંગ (Bogus Billing Scam) કર્યુ હતું.
આ તોડબાજોની ટોળીએ આ માટે કોના-કોના આધારકાર્ડ અને બીજા દસ્તાવેજોનો ઉપયોગ કર્યો તેના અંગે ઇકોસેલ તપાસ કરી રહ્યું છે. તેમા એક વધુ આરોપીની અટકાયત કરવામાં આવી છે. જીએસટી (GST)એ ઠેર-ઠેર દરોડાની કાર્યવાહી શરૂ કર્યા પછી આ કૌભાંડનો પર્દાફાશ થયો છે.
આ પણ વાંચો:બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ
આ પણ વાંચો:બોગસ બિલિંગના એપી સેન્ટર ભાવનગરમાં ઝડપાયું વધુ એક કૌભાંડ, હવે સેન્ટ્રલ GST દ્વારા ઓપરેશન….
આ પણ વાંચો:ગ્રાહકો પણ ક્રેડિટ કાર્ડ ડ્યુ ડેટ અને બિલિંગ સાઇકલ નક્કી કરી શકશે!
