Rajkot News/ મોરબીમાં લેવિસ સિરામિક ગ્રુપ સહિત 40 સ્થળોએ આવકવેરા દરોડા,અધિકારીઓ સંડોવણી….

દરોડામાં 250 થી વધુ આવકવેરા અધિકારી(IT Officer)ઓએ ભાગ લીધો છે. આ કાર્યવાહીથી સિરામિક ઉદ્યોગ

Top Stories Gujarat Others Breaking News

Gujarat IT News: રાજકોટ આવકવેરા વિભાગે(IT Department) મોરબીમાં સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા લેવિસ સિરામિક ગ્રુપ સહિત 40 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડામાં 250 થી વધુ આવકવેરા અધિકારી(IT Officer)ઓએ ભાગ લીધો છે. આ કાર્યવાહીથી સિરામિક ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

સિરામિક નગરી મોરબીમાં આજે વહેલી સવારે ઇન્કમ ટેક્સ વિભાગે મોટા પાયે દરોડા પાડી ઉદ્યોગ જગતમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. લેવિસ સિરામિક ગ્રૂપ સહિત લગભગ 40થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે.  આવકવેરા વિભાગે (IT Department) મોરબીના જાણીતા સિરામિક ઉદ્યોગપતિઓ, બિલ્ડર્સ અને જમીનના ધંધાર્થીઓના મકાન, ઓફિસ તથા ફેક્ટરીઓ પર દરોડા પાડી તપાસ હાથ ધરી. કુલ 250થી વધુ અધિકારીઓ આ કાર્યવાહીમાં જોડાયા હતા.

[fvplayer id=”115″]

લેવિસ સિરામિક ગ્રૂપ: જીતુભાઈ રોજવાડીયા અને તેમની સંકળાયેલી ફર્મો પર દરોડા.

લેવિસ સિરામિક ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા લોકોના રહેઠાણો, ઓફિસો અને ફેક્ટરીઓ પર આ દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાજકોટમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરોડા દરમિયાન, મોટા પાયે બેનામી વ્યવહારો અને કરચોરી શોધી કાઢવાની શક્યતા જણાઈ રહી છે.

પરેશ પટેલ: મોરબીના મોટા જમીનના ધંધાર્થી.

બિલ્ડર રાજુભાઈ (ફેસ ગ્રૂપ): રિયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રભાવશાળી નામ.

પ્રાથમિક માહિતી મુજબ, આ દરોડામાં બેનામી વ્યવહારો અને કરચોરીના મોટા પુરાવા સામે આવવાની શક્યતા છે. IT વિભાગના સૂત્રોએ જણાવ્યું કે કાગળો, ડિજિટલ રેકોર્ડ્સ અને રોકડ અંગે તપાસ ચાલી રહી છે.

રાજકોટ સુધી તપાસ હાથ ધરાઇ

મોરબીમાં જ નહીં, પરંતુ રાજકોટ શહેરમાં પણ સંબંધિત ઉદ્યોગપતિઓના સ્થળોએ સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. ટીમે અનેક સ્થળો પરથી દસ્તાવેજો તથા કમ્પ્યુટર હાર્ડડિસ્ક કબજે કર્યા છે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાયેલો છે. મોટા ગજાના ઉદ્યોગપતિઓ પર આવકવેરા વિભાગ(IT Department)ના  દરોડા પડતા ઉદ્યોગજગતમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ઘણા વેપારીઓએ દાવો કર્યો કે આવી કાર્યવાહીથી “સફેદ ધંધો” કરનારાઓને પણ તપાસનો સામનો કરવો પડશે.

મોરબીના સિરામિક ઉદ્યોગના હાઈપ્રોફાઈલ ખેલાડીઓ પર પડેલા આવકવેરા વિભાગ(IT Department)દરોડા આગામી દિવસોમાં અનેક ચોંકાવનારા ખુલાસા લાવી શકે છે. કરચોરી અને બેનામી સંપત્તિના પુરાવા સામે આવતા સમગ્ર ઉદ્યોગ પર અસર થવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોરબીમાં AAPની જનસભામાં હોબાળો, નાગરિકને લાફો ઝીંકતા ઉગ્ર બોલાચાલી

આ પણ વાંચો: મોરબીમાં પાટીદાર સમાજની સભા બાદ ઉઠ્યા સવાલ, ભાજપની જુથબંધી સામે આવી

આ પણ વાંચો: મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા દાડિયા ક્લાસીસનો વિરોધ, બંધ કરાવવા ઝુંબેશ શરૂ કરી