Anand News: આણંદ જિલ્લા પોલીસની SOG ટીમે બોરસદમાં દેહવેપારનો ગોરખધંધો ચલાવાતો હોવાની ચોક્કસ માહિતીના આધારે મોટી કાર્યવાહી કરી છે. બોરસદ શહેરમાં ડી-માર્ટ પાછળના મકાનમાં ચાલી રહેલા ગેરકાયદેસર દેહવેપારના ધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
[fvplayer id=”114″]
સૂત્રો મુજબ, આણંદ SOGને બોરસદ વિસ્તારમાં દેહવેપાર ચાલતો હોવાની ગુપ્ત માહિતી મળી હતી. તે આધારે પોલીસે રેડ પાડી હતી. મકાનમાંથી 4 યુવતી અને 4 યુવકોને ઝડપી પાડવામાં આવ્યા. જેમાંથી 3 રૂપલલના, 3 ગ્રાહકો, એક સંચાલક તથા એક યુવતીનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર ગોરખધંધો કેતુલ ખાટી ઉર્ફે વાળંદ દ્વારા સંચાલિત થતો હતો. આરોપી વાળંદ યુવતીઓને લલચાવીને મકાનમાં લાવતો હતો અને ગ્રાહકો પાસેથી પૈસા વસૂલી દેહવેપાર કરાવતો હતો.
પોલીસે ઝડપી કાર્યવાહી
SOGની ટીમે સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઈલ ફોન્સ સહિત પુરાવા કબજે કર્યા છે. હાલ તમામ આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લઈ આગળની પૂછપરછ શરૂ કરી છે. આ સાથે મકાન માલિકની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે.
આણંદ જિલ્લામાં દેહવેપારના ગોરખધંધાના પર્દાફાશ બાદ સ્થાનિક સ્તરે ચર્ચાઓ શરૂ થઈ છે. નાગરિકોએ પોલીસની કામગીરીને સરાહના આપી છે, સાથે જ માંગણી કરી છે કે આવા ગેરકાયદેસર ધંધાઓ સામે નિયમિત કડક કાર્યવાહી થવી જોઈએ.
આણંદ SOGની કાર્યવાહીથી બોરસદમાં ચાલતો દેહવેપારનો ગોરખધંધો સામે આવ્યો છે. પોલીસ હાલ મુખ્ય આરોપી કેતુલ ખાટી ઉર્ફે વાળંદની નેટવર્ક કડી સુધી પહોંચી વધુ ખુલાસા માટે પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો:Anand News/આણંદમાં જિલ્લા કોર્ટનો સુપ્રિટેન્ડેન્ટ લાંચ લેતા ઝડપાયો
આ પણ વાંચો:Anand News/આણંદ મહાનગર પાલિકામાં પ્રાથમિક સુવિધાઓના અભાવ અંગે રજૂઆત પત્ર દ્વારા કરાઇ
આ પણ વાંચો:Anand News/આણંદમાં આંકલાવની દિકરીના અપહરણ બાદ હત્યા કેસમાં ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાયું
