Gir Gadhda News : ભાજપના તાલુકા પૂર્વ પ્રમુખ કાળુ રૂપાલા દારુમાં સસ્પેન્ડ થયેલા ફોજદારને વિદાય આપવા ગયા હતા. ગીરગઢડા ભાજપના પ્રમુખ ધર્મેશ રાખોલીયા હાલના ભાજપ પ્રમુખ, સસ્પેન્ડ પીઆઈને વિદાય સંન્માન આપ્યુ હતું. ભાજપના નેતાઓને દારૂનો ધંધો કરાવતા પોલીસની વધારે ચિંતા છે જેની ચોંકાવનારી ઘટના બહાર આવી છે.
જેમાં ગીરગઢડા ભાજપના તાલુકા પૂર્વ પ્રમુખ કાળુ રૂપાલા દારુમાં બરતરફ થયેલા ફોજદારને વિદાય આપવા ગયા હતા. ગીરગઢડા ભાજપના પ્રમુખ ધર્મેશ રાખોલીયા હાલના ભાજપ પ્રમુખ, સસ્પેન્ડ પીઆઈને વિદાયમાન આપ્યુ હતું. આ ફોજદાર નડિયાદમાં મારામારીમાં સસ્પેન્ડ થયા અને નોકરીએ લાગી ગયા હતા.
જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા જણી ગયા કે પોલીસ વહીવટદાર બુટલેગરના સંપર્કમાં હતો.7 જુલાઈના રોજ ગીર ગઢડા સોનારીયા ચેકપોસ્ટ નજીક બેડીયા ગામના ફાર્મ હાઉસમાંથી 39 લાખનો દારૂ પકડાયો હતો તેને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેનુ સંન્માન ભાજપ ના પ્રમુખોએ કર્યું હોવાથી આ બાબતને લઈને વિરોધ પક્ષ આકરા પાણીએ છે.આ ભાજપ પ્રમુખે પક્ષને નીચું જોવા જેવુ કામ કર્યું છે. તેને પ્રમુખ પદેથી સસ્પેન્ડ કરવામાં આવશે કે જેવા સાથે તેવાનુ ભાજપ કામ કરશે.
થોડા દિવસ પહેલા ઉના ગીર ગઢડા ના પુર્વ ધારાસભ્ય અને હાલ સોમનાથ જિલ્લાનું સુકાન સંભાળી રહ્યા છે પુંજાભાઈ વંશએ ભાજપના નેતા દારૂ વાળા સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે આ ભાજપ પ્રમુખે સાબિત પણ કરી બતાવ્યું છે.
આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત
આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે
આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે
