Anand News : આણંદમાં આંકલાવની દિકરીના અપહરણ બાદ તેની હત્યા કરી નાખવાના બનાવમાં પોલીસે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં પોલીસે હત્યારા યુવકને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.આ બનાવમાં શનિવારે ગુમ થયેલ દીકરીનો મૃતદેહ મંગળવારે મીની નદીમાંથી મળી આવ્યો હતો.
તપાસમાં નવાખલનો અજય પઢિયાર દીકરીનું અપહરણ કરી લઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું.બાદમાં નરાધમ અજય પઢિયારે દીકરીને નદીમાં ફેંકી દીધી હતી. ગઈકાલે કરમસદ મેડિકલ હોસ્પિ.માં મૃતદેહનું પેનલ પીએમ કરાયું હતું. દરમિયાન આજે આંકલાવ પોલીસે આરોપીને સાથે રાખી રિ-કન્ટ્રક્શન કર્યું હતું.
આ પણ વાંચો:વડોદરા : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં જમવાના ફૂડને લઈ હંગામો
આ પણ વાંચો:વડોદરા ફાયર વિભાગ કૌભાંડ, 3.17 કરોડની ગેરરીતિનો પર્દાફાશ, ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ
આ પણ વાંચો:વડોદરા : જુગારધામ પર વારસિયા પોલીસની સફળ રેડ

