Valsad News : સાંસદ ધવલ પટેલ વરસાદથી અસરગ્રસ્ત ગામોની વ્હારે આવ્યા છે.વરસાદને કારણે વલસાડ-ડાંગ લોકસભાના અનેક વિસ્તારોમાં નુકશાન પહોંચ્યું છે. જેમાં ધોધમાર વરસાદ અને પવનથી પારાવાર નુકશાન થયું છે. જેને લઈને જનપ્રતિનિધી તરીકે ધવલ પટેલ લોકોની વ્હારે આવ્યા છે.
તેમણે અસરગ્રસ્તોને મુશ્કેલ ઘડીએ રાહત સામગ્રીનું વિતરણ કર્યું હતું. તે સિવાય સાંસદ ધવલ પટેલ દ્વારા 750 પતરાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત અસરગ્રસ્તોને 5 હજાર કિલો અનાજનું વિતરણ કર્યું હતું. સાંસદ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ધવલ પટેલે કહ્યું હતું કે વાંસદાના વિવિધ વિસ્તારોમાં વ્યાપક નુકશાન થયું છે. તેમણે કહ્યું હતું કે નુકસાનની પીડા મને ઊંડે સુધી સ્પર્શી છે. જનપ્રતિનિધી તરીકે આ મારું પ્રથમ કર્તવ્ય છે. આપણા સંયુક્ત પ્રયત્નોથી બધું જલદી પૂર્વવત્ થઈ જશે, એમ સાંસદે વધુમાં કહ્યું હતું. હું હંમેશાં જનતાના સુખ-દુઃખમાં ખભે ખભો મિલાવીને ઉભો રહીશ અને નાગરિકોને મજબૂત મનોબળ રાખવા તેમણે અપીલ કરી હતી.
આ પણ વાંચો:અરવલ્લીના ધનસુરામાં શિક્ષકનો આપઘાત, JS મહેતા હાઈસ્કુલના પંકજ સિમ્બલિયાનો મોતથી ચકચાર……..
આ પણ વાંચો:અરવલ્લીમાં વીજ પુરવઠો ચાલુ કરવા લાંચ લેનારો UGVCLનો ઇલેક્ટ્રીક આસીસ્ટન્ટ ઝડપાયો
આ પણ વાંચો:નેપાળમાં ભાવનગરના 43 લોકો સહિત અરવલ્લીનો પરિવાર ફસાયો

