Gujarat News/ આજે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, ભારે વરસાદની આગાહી

આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Gujarat

Gujarat News : આજે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરાયો છે. જેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન નવરાત્રિના છેલ્લા દિવસે કચ્છ, દ્વારકામાં ભારે વરસાદ વરસ્યો હતો. તે સિવાય વરસાદની આગાહીને પગલે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

લો પ્રેશર અને બે મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 3 દિવસ કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય આજે કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

ઉપરાંત પોરબંદર, જુનાગઢ, રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.જ્યારે આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડીયાના તોરી ગામે ગ્રામ પંચાયતે ખેડૂતોએ કર્યો હોબાળો, વ્હાલા દવલાની નીતિ ના આક્ષેપ

આ પણ વાંચો:અમરેલીમાં યુવકનો યુવતી ઉપર છરી વડે હુમલો

આ પણ વાંચો:ડામરથી લઈને રી-કાર્પેટ રોડમાં હલકી ગુણવત્તાનો આરોપ, અમરેલીમાં ભાજપના નેતાએ ખોલી પોલ