Surat News : સુરતમાં અપહરણ, દુષ્કર્મ અને પોક્સોના આરોપીને પોલીસે ઝડપી લીધો છે. પોક્સોના ગુન્હામાં આ આરોપી નાસતો ફરતો હતો. જેને પોલીસે ઝડપી લીધો છે. જેમાં GIDC પોલીસે આરોપી ગજાનંદ ઉર્ફે મોહીત તીવારીની ધરપકડ કરી છે.
આ બનાવમાં આરોપીએ વર્ષ 2019માં 16 વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું બાદમાં આરોપીએ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ અંગે આરોપી વિરુદ્ધમાં GIDC પોલીસે પોક્સોનો ગુન્હો નોંધ્યો હતો.
દરમિયાન આરોપી પોલીસથી બચવા છેલ્લા 7 વર્ષથી નાસતો ફરતો હતો. હાલ પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:લ્યો બોલો; ભાવનગર મનપામાં જ સ્ટાફની અછત, અનેક મિલકતોનો રિ-સર્વે બાકી
આ પણ વાંચો:ભાવનગરની નિલમબાગ પોલીસ પર ફરી આક્ષેપો, ફરિયાદ કરવા છતાં વ્યાજખોરને છાવરવાનો આરોપ
આ પણ વાંચો:ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક, એસ્ટેટ બ્રોકર પર જીવલેણ હુમલો!
