Ahmedabad News/ અમદાવાદમાં સગીરા સાથે ગેંગરેપ : પડોશી યુવકે ઘરે બોલાવી મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ

સગીરાના પરિવારે આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના શાહીબાગ ખાતે 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપની ઘટનાને પગલે ચકચાર મચી છે. આ બનાવની વિગત મુજબ સગીરાની સોસાયટીમાં જ રહેતા યુવક અને તેના મિત્રોએ મળીને સગીરા સાથે 4 મહિના પહેલા દુષ્કર્મ આચર્યું હતું. જો કે, સગીરા કઈ બોલતી ન હોવાથી પરિવારે પુછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો. પોલીસે હાલ ચાર યુવકો વિરુદ્ધ ગુનો નોધી ધરપકડ કરી છે. SC, ST સેલ દ્વારા આ સંદર્ભે તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં શાહીબાગમાં રહેતી 15 વર્ષીય સગીરા સ્કૂલમાં અભ્યાસ કરે છે. સગીરાને ચાર મહિના અગાઉ તેની સોસાયટીમાં રહેતા પરિચિત યુવકે પોતાના ઘરે બોલાવી હતી. જોકે સગીરાને ઘરે બોલાવ્યા બાદ યુવકના ઘરે અગાઉથી જ તેના અન્ય ત્રણ મિત્રો પણ હાજર હતા. સગીરા યુવકના ઘરમાં આવતા ચારે યુવકોએ ભેગા મળીને સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચાર્યું હતું. જે બાદ બનાવ અંગે સગીરાને કોઈને જાણ ના કરવા પણ કહ્યું હતું.

બનાવના દિવસથી સગીરા ગુમસમ રહેતી હતી અને સ્કૂલે પણ નિયમિત જતી ન હતી. બનાવ અંગે સગીરાના પરિવારે જ્યારે તેની સાથે વાતચીત કરી ત્યારે સગીરાએ તેની સાથે બનેલી દુષ્કર્મની ઘટનાની જાણ કરી હતી. સગીરાના પરિવારે આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી ચાર આરોપીઓની ધરપકડ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગરમાં ગુડાના સુપરવાઈઝર અને ક્લાર્ક 70 હજારની લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો:ગાંધીનગરમાં 1000 કરોડની જગ્યા ખુલ્લી કરવા મેગા ડિમોલિશન: 10 JCB, 15 આઇવા ટ્રક, 700થી વધુ પોલીસ તહેનાત

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના જાસપુરમાં જગત જનનની મા ઉમિયાના દર્શન અને પૂજા- અર્ચન કર્યા