Gandhinagar News : પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન મેળવવા ગુડામાં ફોર્મ ભર્યા બાદ મકાનના દસ્તાવેજ અને ચાવી આપવા માટે રૂ.70,000 ની લાંચ લેતા ઔડાના સુપરવાઈઝર રોહન કે.પાર્કર અને જુનીયર ક્લાર્ક નયન એ.પરમારની ACBએ ધરપકડ કરી છે.
આ કેસની વિગત મુજબ ફરીયાદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (ગુડા) ખાતે ફોર્મ ભર્યું હતું. . જે અંગે ફરીયાદીનુ નામ વેઇટીંગમાં હોય, આ કામના આરોપીઓ ગુડાના સુપરવાઈઝર (સિવિલ એન્જિનીયર) રોહન પાર્ક અને જુનીયર ક્લાર્ક નયન પરમારે ફરીયાદીને ઝડપી ફાઇલ કલીયર કરવા તથા મકાનના દસ્તાવેજ અને ચાવી અપાવા સુધીના અવેજ પેટે રૂ.70,000 ની માંગણી કરી હતી.
જે લાંચના નાણાં ફરીયાદી આરોપીઓને આપવા માંગતા ન હોય તેમણે ACBએનો સંપર્ક કરતાં ફરીયાદના આધારે ગાંધીનગરમાં હડમતીયા ગ-૧ થી ખ રોડ ઉપર જવાના જાહેર રોડ ઉપર લાંચના છટકાનુ આયોજન કરાયું હતું. જેમાં છટકા દરમ્યાન આરોપી નયન પરમારે ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, આરોપી રોહન પાર્કરે લાંચના નાણાં સ્વિકારી બંને આરોપીઓએ એક બીજાને મદદગારી કરી, સ્થળ ઉપર પકડાઇ ગયા હતા.
આ પણ વાંચો:જૂનાગઢમાં શિષ્યવૃત્તિ કૌભાંડનો પર્દાફાશ, 5 કરોડથી વધુની ઉચાપત, 12 સંસ્થા સામે પોલીસ ફરિયાદ
આ પણ વાંચો: જૂનાગઢમાં કેદીને સુવિધા આપવાના મામલે PSI સહિત 3 પોલીસ કર્મી સસ્પેન્ડ
આ પણ વાંચો:જૂનાગઢના પ્રેરણા ધામ ખાતે યોજાઈ રહેલા કોંગ્રેસ તાલીમ શિબિરમાં હાજરી આપશે રાહુલ ગાંધી
