આખા ગુજરાત માં રખડતા ઢોરનો ત્રાસના અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. શહેરીજનો રખડતા ઢોરના આતંકથી ત્રાહીમામ પોકારી ગયા છે. રસ્તામાં બાખડતા અને શહેરોની ગલીઓમાં રખડતા ઢોર આતંક મચાવે છે સાથે જ વાહનચાલકોને અડફેટે પણ લઇ રહ્યા છે. ત્યાં જ જો કોઇ રાહદારી રસ્તામાં આવે તો તેમને ફંગોળી નાંખે છે. ત્યાં જ ક્યારેક તો આ રખડતી રંજાડ કોઇને જીવ પણ લઇ લે છે. ત્યારે વડોદરામાં રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. તેવામાં રખડતા ઢોરની સમસ્યાનો ભોગ બનવાની સિલસિલો યથાવત રહ્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના સુભાનપુરાના નંદાલય હવેલી પાસે રખડતી ગાયના કારણે એક યુવકનું મોત થયું છે. મોડી રાત્રે રસ્તા રસ્તા પર બેઠેલી ગાય સાથે યુવક અથડાયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. યુવકનું નામ જીગ્નેશ મહિજીભાઇ રાજપૂત છે. યુવક બાઇક પર જઇ રહ્યો હતો તે દરમિયાન રસ્તા પર બેસી ગાય અંધારામાં ન દેખાતા અકસ્માત સર્જાયો હતો. ગાય જ્યાં બેઠી હતી ત્યાં સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવાનની ડેડીબોડી પીએમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. મહત્વનું છે કે શહેરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે.જેનો ભોગ શહેરની જનતી બની રહી છે અને તંત્ર માત્ર ઘટના બનવાની જાણે રાહ જોઈ રહ્યું છે.
આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિ.માં ગાંધીજી વિરૂદ્ધ કવિતાનો મામલો, પોલીસે ગાંધીવાદીઓના લીધા નિવેદન
આ પણ વાંચો:સામાન્ય વરસાદમાં જેનાલ ગામ ટાપુમાં ફેરવાઈ ગયો, જુઓ ફોટો
આ પણ વાંચો:રાજસ્થાનમાં રામદેવરા દર્શને ગયેલા ગુજરાતના 7 શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત
