પંચમહાલના ગોધરામાં ATS દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ગોધરામાં ગુજરાત ફાર્મામાં ATSની તપાસ કરી રહી છે. આજે ATSએ દરોડા પાડી કેટલીક દવાના નમૂના લીધા હતા. ATSએ દવાઓના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા છે. અગાઉ ગુજરાત ફાર્મામાં નકલી દવાઓનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. શંકાસ્પદ દવાને લઈ ફાર્મામાં તપાસ કરવામાં આવી રહી છે.
ગોધરાના વેજલપુર રોડ પર આવેલ ચિખોદરા પાસે ગુજરાત ફાર્મામાં એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ દવાઓ મામલે તપાસ માટે એટીએસની ટીમ આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. અગાઉ પણ આ કંપની નકલી દવાઓ બનાવવા મામલામાં કુખ્યાત થયેલ છે. હાલ ATS ટીમની તપાસ ચાલી રહી છે.
ગુજરાત ફાર્મામાં ATS ટીમની તપાસ
ATS ટીમએ ગુજરાત ફાર્મામાં તપાસ દરમિયાન કેટલાક દવાઓના સેમ્પલ લઇને પૃથકરણ માટે મોકલ્યા છે. ગુજરાત ફાર્મા નામની કંપની કેપ્સુલ બનાવે છે. આજે ATSએ દરોડા પાડી કેટલીક દવાના નમૂના લીધા હતા. અગાઉ પણ આ કંપની નકલી દવાઓ બનાવવા મામલામાં કુખ્યાત થયેલ છે. હાલ ATS ટીમની તપાસ ચાલી રહી છે.
