Anand News/ આણંદના આંકલાવમાં કિશોરીએ મોતને ગળે લગાવ્યું, કારણ જાણી ચોંકી જશો

કિશોરીના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી.

Top Stories Gujarat

Anand News: આણંદ (Anand) જિલ્લાના અંકલાવ તાલુકાના ખડોલ ગામની વિકાપુરા સીમામાં રહેતી 17 વર્ષની એક કિશોરીએ ફાંસી લગાવીને આત્મહત્યા (Suicide) કરી લીધાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.

માહિતી મુજબ આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાના ખડોલ ગામમાં પરિવારના સભ્યોએ કિશોરીને ભોજન રાંધવા બદલ કહ્યું હતું. આ કારણથી માઠું લાગતાં ઘર છોડીને દૂર લીમડાના ઝાડ પર કપડાં વડે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે સ્થાનિક લોકોને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે તેમના પરિવારના સભ્યોને જાણ કરી અને પરિવારના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા. આ ઘટનાની જાણ અંકલાવ પોલીસને થતાં પોલીસની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કિશોરીના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. પરિવારમાં શોક છવાયો છે.

કિશોરોને આત્મહત્યા કરતા આ રીતે રોકી શકાય?

માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરો. તમારા સંતાનો તમારી પાસે આવે તેની રાહ ન જુઓ. જો તમારું સંતાન ઉદાસ, ચિંતિત, હતાશ હોય અથવા સંઘર્ષ કરી રહ્યું હોય તેવું લાગે તો શું ખોટું છે તે પૂછો, સાંભળો અને તમારો ટેકો આપો.

સોશિયલ મીડિયાના ઉપયોગ પર ચર્ચા કરો અને તેના વિશે વાત કરો. તમારા કિશોરના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર રાખો. સોશિયલ મીડિયા કિશોરો, કિશોરીઓને જરૂરી ટેકો પણ આપી શકે છે, પરંતુ તેમને નુકસાનકારક વસ્તુઓનો પણ સામનો કરવો પડી શકે છે

સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપો. તમારા સંતાનને સારું ખાવા, કસરત કરવા અને નિયમિત ઊંઘ લેવામાં પ્રોત્સાહન આપો.

ઉપરાંત, તમારા કિશોરને એવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરો જે આત્મવિશ્વાસ અને અન્ય લોકો સાથે સ્વસ્થ સંબંધો વધારવામાં મદદ કરી શકે. માતાપિતાએ નિષ્ણાતની સલાહ લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બનાસકાંઠામાં શિક્ષકની આત્મહત્યાના કેસમાં ફરિયાદ દાખલ

આ પણ વાંચો:વડોદરામાં 17 વર્ષીય કિશોરે કરી આત્મહત્યા, સુસાઇડ નોટ મળી આવી

આ પણ વાંચો:રાજકોટમાં એક પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા, ઝાડ પર મળી આવ્યા મૃતદેહો