Ahmedabad News/ “તારા જેવાને સોસાયટીમાં નહીં રહેવા દઈએ”, મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ FIR દાખલ કરાઈ

સોસાયટીના રહીશો કલ્પેશભાઈને મકાન વહેંચી કાઢવા માટે પણ દબાણ કરતાં હતા

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદના સૈજપુર ટાવર વિસ્તારમાં આવેલી પ્રેમનગર સિંધી કોલોનીમાં કલ્પેશ ચુનારા નામના વ્યક્તિએ ઘર લીધું હતું. જ્યારે કલ્પેશભાઈ ઘરમાં રહેવા જાય છે ત્યારે સોસાયટીના રહીશો અને ચેરમેન બધા ભેગા મળીને હોબાળો કરે છે અને એવું કહે છે કે તારા જેવાને અહિયાં નહીં રહેવા દઈએ થાય તે કરી લે. બાદમાં સોસાયટીનો ગેટ બંધ કરી દે છે અને જો તું અહિયાં ફરી દેખાયો તો તારું માથું ફોડી નાખીશું, એવી ધમકી પણ આપી હતી.

કલ્પેશભાઈ ડરી જાય છે અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા જાય છે પણ પોલીસ સ્ટેશનમાં કોઈ તેમની વાત સાંભળવા માટે તૈયાર નહોતું. તેમજ થોડા ઘણા પોલિટિકલ દબાણને લીધે પણ તેમની રજૂઆતને અવગણવામાં આવતી હતી. બીજી તરફ સોસાયટીના રહીશોએ મકાન વેચનારની ખોટી સહી કરી એક બોગસ બાનાખત તૈયાર કરે છે અને ઘરનું તાળું તોડી અંદર કોઈ અજાણ્યા વ્યક્તિની મકાન ખરીદનાર તરીકેની ઓળખ આપી તેને ઘરનો કબજો સોંપે છે. વારંવાર આજીજી કર્યા છતાં પણ સોસાયટીના રહીશો તેમજ પોલીસે દ્વારા યોગ્ય જવાબ મળ્યો નહીં.

જાતિવાદના આધારે સોસાયટીના રહીશો કલ્પેશભાઈને મકાન વહેંચી કાઢવા માટે પણ દબાણ કરતાં હતા. તેમજ ગરીબ પરિવાર તેમના ઘરમાં રહેવા ન આવે તે માટે સોસાયટીના રહીશોએ દરવાજા પણ બંધ કરી દીધા હતા.

અંતે કંટાળીને કલ્પેશભાઈ તેમનું ઘર પાછું મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવા પહોંચે છે ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ રજૂઆત સાંભળ્યા બાદ તેમની ફરિયાદ લખવા માટે અને કલ્પેશભાઈનું ઘર પાછું મળે તે માટે આદેશ કરે છે. ત્યારબાદ તેમની ફરિયાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

@parth Vyas


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

 

Ahmedabad News/કિન્નરો બન્યા બેફામ! હથિયાર સાથે સોસાયટીમાં કરી તોડફોડ, જુઓ ઘટનાના CCTV વીડિયો

Anand News/વિદ્યાનગરમાં શ્વાનના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું, પોલીસે તપાસ શરૂ કરી

ધમકી/પત્ની સાથે ઝઘડા બાદ પતિએ બેંકને આગ લગાડવાની ધમકી આપી, મેનેજરને ફોન કરીને કહ્યું…