ગુજરાતમાં આજે પતંગ રસિયાઓના ઉત્સવ ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે. ઉત્તરાયણ પર્વ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી. મકરસંક્રાતિના દિવસે પૂજા અને દાનનું મહત્વ છે. અમિત શાહે પરિવાર સાથે સવારે ભગવાન જગન્નાથજીના દર્શન અને પૂજા કર્યા બાદ ગૌ માતાની પૂજા કરી. ગૌ માતાની પૂજા બાદ તેમણે બ્રાહ્મણોને વસ્ત્ર દાન આપ્યું.
અમિત શાહ મોટાભાગે ઉત્તરાયણ પર્વની ઉજવણી ઘરઆંગણી અમદાવાદમાં જ કરે છે. ગૃહમંત્રી બન્યા બાદ પણ તેઓ મકરસંક્રાતિની ઉજવણી કરવા અમદાવાદ આવે છે. ગત વર્ષે પણ ઉત્તરાયણ પર્વ પર અમતિશાહે અમદાવાદમાં ભાજપના કાર્યકરો સાથે પંતગોત્સવની મજા માણી હતી. પરિવાર અને કાર્યકરો સાથે પતંગ ચગાવવાની મજા માણ્યા બાદ સંસદીય વિસ્તારની મુલાકાત લીધી હતી.

આજે મકરસંક્રાતિ પર્વ એટલે કે ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે. આ પાવન પર્વ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે.’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતશાહે તમામ દેશવાસીઓને ઉત્તરાયણ પર્વની શુભકામના પાઠવી. ‘ઉત્તરાયણના દિવસે આજે પતંગની ગતિ મધ્યમ જોવા મળી રહી છે. પંતગ રસિકો આખું વર્ષ આ તહેવારની પ્રતિક્ષા કરતા હોય છે. પતંગ ચગાવવાની મજા ત્યારે જ આવે છે જ્યારે પવનની ગતિ વધુ અનુકૂળ હોય. આજે મધ્યમ પવનના કારણે લોકોએ પતંગ ચગાવવા વધુ મહેનત કરવી પડે છે.
આજે મકરસંક્રાતિ એટલે કે ઉત્તરાયણનું પર્વના દિવસે પતંગ રસિયાઓમાં અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી લોકો ધાબા પર ચઢી પતંગ ચગાવવાનો આનંદ લે છે. સવારથી જ આપણને પતંગ રસિયાઓના ‘કાઈપો’ છે ‘લપેટ’ ‘લપેટ’ અને ‘ફીરકી વીંટ’ના અવાજ સાંભળવા મળે છે. અમદાવાદની પોળ પતંગોત્સવ માટે વધુ લોકપ્રિય સ્થાન બની રહી છે. આ દિવસે મોટાભાગના ઘરોમાં ઉંધીયુ અને જલેબીની મીજબાની જોવા મળે છે. આ ઉત્સવનો આનંદ માણવા અમિતશાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ પણ અચૂક ગુજરાતની મુલાકાત લે છે. આ દિવસે ગૃહમંત્રી અમિતશાહ કાર્યકરો અને પરિવાર સાથે પતંગ ચગાવવાનો આનંદ લેતા હોય છે. હાલમાં વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટને લઈને અમિતશાહ ગુજરાત આવ્યા હતા. જેના સાત દિવસના પણ ટૂંકા ગાળામાં તેઓ ઉત્તરાયણ પર્વને લઈને ફરી ગુજરાતની મુલાકાતે છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…
આ પણ વાંચો:
