Japan News/ જાપાનના PM શિગેરુ ઇશિબાનું અચાનક જ હોદ્દા પરથી રાજીનામું

શિગેરુ ઇશિબાએ (Shigeru Ishiba) જાપાનના વડા પ્રધાન પદે (PM) થી રાજીનામું આપી દીધું છે. જુલાઈમાં યોજાયેલી ચૂંટણીમાં જાપાનની શાસક ગઠબંધન સરકારને ઉપલા ગૃહમાં હારનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમયથી પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તનની માંગ હતી.

Top Stories World Breaking News

Japan News: જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાએ (Shigeru Ishiba) જાપાનના વડા પ્રધાન પદે (PM) થી રાજીનામું આપી દીધું છે. જુલાઈમાં યોજાયેલી ચૂંટણીમાં જાપાનની શાસક ગઠબંધન સરકારને ઉપલા ગૃહમાં હારનો સામનો કરવો પડ્યો હતો. લાંબા સમયથી પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તનની માંગ હતી.

ઉપલા ગૃહના ચૂંટણી પરિણામથી વડા પ્રધાન શિગેરુ ઇશિબાની સત્તા પરની પકડ વધુ નબળી પડી ગઈ, જોકે તેમણે પાર્ટીના વડા રહેવાની જાહેરાત કરી. ઇશિબાએ આ માટે યુએસ સાથે ચાલી રહેલી ટેરિફ વાટાઘાટોને જવાબદાર ગણાવી, જ્યાં તાજેતરમાં યુએસ પ્રમુખ ટ્રમ્પે જાપાન પર ટેરિફ 25 ટકાથી ઘટાડીને 15 ટકા કર્યો છે.

લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) અને તેના સાથી કોમેઇટોને જુલાઈમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ 47 બેઠકો મળી હતી, જ્યારે બહુમતી માટે ઓછામાં ઓછી 50 બેઠકોની જરૂર હતી. ઉપલા ગૃહમાં કુલ 248 બેઠકો છે અને આ ચૂંટણીમાં અડધી બેઠકો માટે મતદાન થયું હતું.

LDPનું ચૂંટણી પ્રદર્શન નબળું

ઇશિબા સરકાર પર ગયા વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલી ચૂંટણીને લઈને પણ માછલા ધોવાયા હતા, આ ચૂંટણીમાં પક્ષે છેલ્લા 15 વર્ષનો સૌથી ખરાબ દેખાવ કર્યો હતો. હવે અવિશ્વાસ દરખાસ્તો અને પક્ષની અંદર નેતૃત્વ પરિવર્તનની માંગણીઓ વચ્ચે ફસાઈ ગઈ હતી. જુલાઈમાં ઉપલા ગૃહની ચૂંટણીના પરિણામો આવ્યા પછી, PM ઇશિબાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “હું આ કઠોર પરિણામને ગંભીરતાથી સ્વીકારું છું.”

ટ્રમ્પ તરફથી ટેરિફમાં રાહત

અહીં ઉલ્લેખનીય છે કે તેઓ જતાં-જતાં જાપાનને ટેરિફમાંથી રાહત અપાવતા ગયા છે. તેમનું માનવું હતું કે અમેરિકા સાથેની વાટાઘાટોને બગાડવી એ આપણી સૌથી મોટી ભૂલ હશે. તેથી આપણે રાષ્ટ્રીય હિતો પ્રાપ્ત કરવા માટે આપણી બધી શક્તિનો ઉપયોગ કરવો પડશે.” ઉદાહરણ તરીકે, હવે જ્યારે તેઓ પદ છોડવા જઈ રહ્યા છે, ત્યારે જાપાનને પણ અમેરિકા તરફથી ટેરિફ રાહત મળી છે. આમ જાપાનમાં માનવામાં આવે છે કે ટ્રમ્પના ટેરિફે જાપાનના પીએમનો ભોગ લીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Japan News/મોદીની આઠમી જાપાન મુલાકાત, ગાયત્રી મંત્રથી સ્વાગત, બુલેટ ટ્રેન અને $68 બિલિયન રોકાણની ચર્ચા!

આ પણ વાંચો: Gujarat News/પીએમ મોદીની જાપાન મુલાકાત પહેલાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું લેટેસ્ટ અપડેટ

આ પણ વાંચો: National News/જાપાનથી કરોડોનો બિઝનેસ અને કંપની છોડી બન્યા શિવભક્ત, જુઓ કાવડિયાને વહેંચ્યું ભોજન