Canada News: અમેરિકાની જેમ કેનેડાએ (Canada) પણ આકરી ઇમિગ્રેશન પોલિસી અપનાવતા ચાલુ વર્ષે ભારતીય વિદ્યાર્થીઓના (Indian Students) 80 ટકા સ્ટુડન્ટ વિઝા રદ કર્યા હતા. આ બતાવે છે કે કેનેડામાં હવે ભારતીયો માટે સ્ટુડન્ટ વિઝા કેટલા કપરા છે. IRCCના છેલ્લા આંકડા મુજબ 2025માં સ્ટુડન્ટ વિઝાની 62 ટકા અરજી રદ કરી દેવામાં આવી હતી, અગાઉના વર્ષોમાં આ દર 40 ટકા જેટો રહેતો હતો.

અત્યાર સુધી કેનેડા જવા ભારતીયો અને તેમા પણ ખાસ કરીને ગુજરાતીઓની તો રીતસરની દોટ લાગતી હતી, જેથી સ્વાભાવિક રીતે વિઝા રિજેક્ટ થવામાં ભારતીયોનું પ્રમાણ પણ વધારે છે. 2024માં કેનેડાએ 10 લાખથી વધુ સ્ટુડન્ટ્સને વિઝા આપ્યા હતા, તેમાથી 41 ટકા ભારતીય અને 12 ટકા ચાઇનીઝ હતા. કેનેડામાં હાઉસિંગ અને જોબ ક્રાઇસિસમાં જબરદસ્ત વધારો થયો છે. લોકો તેના માટે ઇમિગ્રન્ટ્સને જવાબદાર માને છે. તેથી સરકારે ઇમિગ્રન્ટ્સની સંખ્યાને કાબૂમાં લેવા માટે આકરાં પગલાં લેવાની ફરજ પડી છે.

કેનેડાએ આ પ્રક્રિયાના ભાગરૂપે ડિસેમ્બરથી જ સ્ટુડન્ટ વિઝા માટે 20,635 કેનેડિયન ડોલરનું (Canadian Dollar) બેલેન્સ ફરજિયાત કર્યુ છે. તેની સાથે ભણતર પછીનો પ્લાન પૂછવા લાગતા મોટાભાગના ભારતીય ચાલુ વર્ષે વિઝા મેળવી શક્યા નથી.

કેનેડા 2025માં 4.37 લાખ સ્ટડી પરમિટ (Study Permit) જારી કરવાનું છે, જેમા 73,000 પોસ્ટગ્રેજ્યુએટ્સ સ્ટુડન્ટ્સ માટે રિઝર્વ રહેશે, જ્યારે 2.43 લાખ પરમિટ અંડરગ્રેજ્યુએટ્સ અને અન્ય પ્રોગ્રામમાં એડમિશન લેનારાને જારી કરાશે, જ્યારે 1.20 લાખ પરમિટ સ્કૂલના સ્ટુડન્ટ્સને જારી થશે. આ ઉપરાંત ભણવાનું પૂરુ થયા પછી મળતી વર્ક પરમિટના નિયમો પણ ઘણા આકરા બનાવી દેવાયા છે. આ ઉપરાંત સ્ટુડન્ટ્સે અનએપ્રુવ્ડ પ્રોગ્રામમાં એડમિશન લીધું હશે તો તેને વર્ક પરમિટ જ નહીં મળે.
વર્ક પરમિટ ઉપરાંત હવે કેનેડાએ પીઆર માટેના સ્ટાન્ડર્ડ્સ પણ એટલા હાઈ કરી દીધા છે કે જે લોકો હાલ વર્ક પરમિટ પર કેનેડામાં જોબ કરી રહ્યા છે તેવા મોટાભાગના ઈન્ડિયન્સને પોતાની પરમિટ પૂરી થતાં જ કેનેડા છોડી દેવું પડશે. આ બતાવે છે કે ભારતીયો માટે અમેરિકા જ નહીં કેનેડા પણ સ્વપ્નવત્ બનવા લાગ્યું છે.
આ પણ વાંચો: Canada News/કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓને ફંડિંગ, ઓટ્ટાવાની મોટી કબૂલાત
આ પણ વાંચો: Canada News/કેનેડામાં કાયમી નિવાસી (PR) બનવાની ભારતીયો પાસે શાનદાર તક,અરજદારોને એક્સપ્રેસ એન્ટ્રી હેઠળ બોલાવાયા
આ પણ વાંચો: New Delhi News/કેનેડામાં છેલ્લા 5 વર્ષમાં 1,200થી વધુ ભારતીયોના મોત, મૃત્યુ પાછળનું કારણ શું ?
