india news/ દેશભરમાં વસ્તી ગણતરીની પ્રક્રિયાનો આજથી પ્રારંભ

દેશભરમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજથી ચૂંટણીવાળા રાજ્યોને બાદ કરતાં બીજે બધે જ વસ્તી ગણતરી શરૂ થશે.

Top Stories India Breaking News

નવી દિલ્હીઃ દેશભરમાં આજથી વસ્તી ગણતરી(Census)નો પ્રથમ તબક્કો શરૂ થઈ જશે. આ તબક્કો 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે તેમ માનવામાં આવે છે. પ્રથમ તબક્કાની વસ્તી ગણતરીમાં ઘરોની ગણતરીનો પણ સમાવેશ કરવામાં આવશે. તેના પછી ફેબ્રુઆરી 2027માં વસતી ગણતરીનો બીજો તબક્કો હાથ ધરવામાં આવશે. પહેલી જ વખત વસ્તી ગણતરી ડિજિટલી (Digitaly) હાથ ધરવામાં આવશે. વસ્તી ગણતરીમાં ભાગ લેનારા કર્મચારીઓ દ્વારા મોબાઇલ પર ડેટા એકત્રિત કરવામાં આવશે.

વર્તમાન વસ્તી ગણતરી હાલમાં જે પાંચ રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં નહીં થાય. આ રાજ્યોમાં ચૂંટણી પછી વસ્તી ગણતરી શરૂ થશે. તેથી તેને પૂરો કરવામાં પણ મહિનાનો વિલંબ થશે. આ સિવાય જ્યાં પેટા ચૂંટણી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યાં પણ વસ્તી ગણતરી હાલમાં શરૂ ન કરાય અને તેને પછીના મહિનાથી શરૂ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

સરકાર આ વસ્તી ગણતરી કુલ 30 લાખ કર્મચારીઓની મદદથી હાથ ધરે તેવી સંભાવના છે. આ સિવાય દોઢ લાખ કર્મચારીઓ એવા હશે તેને ડિજિટલ ડિવાઇસ આપવામાં આવશે. આ કર્મચારીઓમાં સુપરવાઇઝરોનો પણ સમાવેશ થાય છે. આ સિવાય આ વસ્તી ગણતરીની ખાસિયત એ છે કે તેમાં પહેલી જ વખત જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા 1881 અને તેના પછી 1931ની વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આમ આઝાદ ભારતમાં પહેલી જ વખત જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. આના આધારે દરેક જાતિની કેટલી વસ્તી છે તેનો પણ ખ્યાલ આવશે. આમ વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો પણ સમાવેશ કરીને સરકારે વિપક્ષના જાતિગત વસ્તી ગણતરીના મુદ્દાની હવા જ કાઢી નાખી છે. જ્યારે શાસક પક્ષમાં તેના પ્રબળ સમર્થક બિહારના નીતિશકુમારના જેડી(યુ)ને પણ તેમની આ મુખ્ય માંગ માનતા સંતોષ થયો છે. તેના કારણે સરકારને પણ તેનું સમર્થન જારી રહેવાની ખાતરી મળી છે.


આ પણ વાંચો : ભારતની વસ્તી ગણતરી 2027: કેવી રીતે થશે અને શું પ્રશ્નો પૂછાશે?

આ પણ વાંચો : વસતી ગણતરી–2027 માટે ગુજરાત સજ્જ: ડિજિટલ સ્વ-ગણતરી, HLO-ફેઝ અને આયોજન અંગે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક

આ પણ વાંચો : ગુજરાતમાં બે તબક્કામાં થશે વસ્તીગણતરી, એપ્રિલથી શરૂ થશે પ્રક્રિયા