Nepal New PM Balen Shah: નેપાળમાં તાજેતરમાં થયેલી ચૂંટણી બાદ યુવા નેતા બાલેન્દ્ર શાહ (બાલેન શાહ) ના નેતૃત્વમાં નવી સરકારની રચના થઈ છે. માત્ર 35 વર્ષની ઉંમરે વડાપ્રધાન બનીને ઈતિહાસ રચનાર બાલેન શાહ નેપાળના પ્રથમ મધેશી પીએમ પણ છે. જોકે, તેમની 15 સભ્યોની કેબિનેટમાં સૌથી વધુ ચર્ચા તેમના મંત્રીઓના ભારત સાથેના જોડાણની થઈ રહી છે.
PM બાલેન શાહ પોતે છે બેંગલુરુના એન્જિનિયર
વડાપ્રધાન બાલેન્દ્ર શાહ એક પ્રોફેશનલ સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે. તેમણે વર્ષ 2016 થી 2018 દરમિયાન ભારતની સિલિકોન વેલી ગણાતા બેંગલુરુ માં આવેલી ‘નિટ્ટે મીનાક્ષી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી’ (NMIT) માંથી માસ્ટર ઓફ ટેકનોલોજી (M.Tech) ની ડિગ્રી મેળવી છે.
કેબિનેટમાં ભારતનો પ્રભાવ:
આ મંત્રીઓ પણ ભારતમાં ભણ્યા, બાલેન શાહની કેબિનેટમાં સામેલ 15 માંથી 4 મંત્રીઓ ભારતની નામી સંસ્થાઓના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે:
સુનીલ લમસાલ (પરિવહન અને શહેરી વિકાસ મંત્રી): 35 વર્ષના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપર્ટ સુનીલ પણ પીએમ બાલેનની જેમ બેંગલુરુની નિટ્ટે મીનાક્ષી ઇન્સ્ટિટ્યૂટમાંથી એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે.
નિશા મહેતા (આરોગ્ય મંત્રી): નેપાળના નવા હેલ્થ મિનિસ્ટર નિશા મહેતાએ ભારતની સર્વોચ્ચ મેડિકલ સંસ્થા AIIMS (નવી દિલ્હી) માંથી નર્સિંગનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તેઓ ગ્વાલિયર યુનિવર્સિટીના પણ વિદ્યાર્થી રહી ચૂક્યા છે.
પ્રતિભા રાવલ (સામાન્ય વહીવટ અને ગરીબી નિવારણ મંત્રી): પ્રતિભા રાવલે ચેન્નાઈ ની એશિયન કોલેજ ઓફ જર્નાલિઝમ (ACJ) માંથી 2014-15 માં અભ્યાસ કર્યો છે.
ભારત અને Nepal ના શિક્ષણ સંબંધોનો ઈતિહાસ
નેપાળી (Nepal)યુવાનોમાં ભારત આવીને ભણવાનો ક્રેઝ દાયકાઓ જૂનો છે. માત્ર વર્તમાન મંત્રીઓ જ નહીં, પરંતુ ભૂતકાળના દિગ્ગજો પણ ભારતમાં ભણ્યા છે: પૂર્વ પીએમ બાબુરામ ભટ્ટરાય ચંદીગઢ અને JNUમાં ભણ્યા હતા.
નેપાળના (Nepal) પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ અને પૂર્વ વચગાળાના પીએમ સુશીલા કાર્કીએ બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) માંથી અભ્યાસ કર્યો હતો.
નેપાળની (Nepal)આ નવી અને યુવા કેબિનેટ ભારત સાથેના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો : તેલ ચોરોની ખેર નથી! પાકિસ્તાને તેલ-ગેસની દાણચોરી રોકવા આતંકવાદ વિરોધી કાયદો રજૂ કર્યો
આ પણ વાંચો : ઈરાનનો માસ્ટરપ્લાન, હોર્મુઝ પર વસૂલશે ટોલ ટેક્સ; અમેરિકા-ઈઝરાયેલના જહાજો પર પ્રતિબંધથી ખળભળાટ
આ પણ વાંચો : પાકિસ્તાન મધ્યસ્થી નથી માત્ર જગ્યા આપી રહ્યું છે, ઈરાન-અમેરિકા જંગ પર પૂર્વ RAW ચીફ વિક્રમ સૂદનું નિવેદન



