Iran toll tax Strait of Hormuz 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાને વૈશ્વિક વેપાર જગત અને ખાસ કરીને અમેરિકા-ઈઝરાયેલને મોટો ઝટકો આપ્યો છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની ગણાતી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર હવે ઈરાને પોતાનું નિયંત્રણ મજબૂત કરવા માટે ‘ટોલ ટેક્સ’ વસૂલવાની યોજનાને મંજૂરી આપી છે. ઈરાની સંસદની સુરક્ષા સમિતિએ સોમવારે આ નવા મેનેજમેન્ટ પ્લાનને લીલી ઝંડી આપી દીધી છે.
અમેરિકા અને ઈઝરાયેલના જહાજો પર સંપૂર્ણ પ્રતિબંધ
ઈરાની (Iran) સરકારી મીડિયા IRIB ના અહેવાલ મુજબ, આ નવા પ્લાન હેઠળ ચોંકાવનારી જોગવાઈઓ કરવામાં આવી છે:
નો એન્ટ્રી: અમેરિકા અને ઈઝરાયેલના જહાજોના પ્રવેશ પર આ માર્ગ પર સંપૂર્ણ પ્રતિબંધ (Ban) લાદવામાં આવ્યો છે.
ઈરાન (Iran) વિરોધી દેશો પર લગામ: જે દેશો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઈરાન વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે, તેમના જહાજોને પણ આ જળમાર્ગનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં.
રિયાલ-આધારિત ટેક્સ: અહીંથી પસાર થતા અન્ય તમામ માન્ય જહાજોએ ઈરાનના ચલણ ‘રિયાલ’ માં ટોલ ટેક્સ ચૂકવવો પડશે.
🚨 BREAKING: Iran plans to introduce a new system in the Strait of Hormuz and impose a toll tax, says a lawmaker. pic.twitter.com/Pp0HTHgkEZ
— Iran War Update (@IranWarUpdate_) March 30, 2026
વૈશ્વિક તેલ પુરવઠા અને મોંઘવારી પર ખતરો
હોર્મુઝની સામુદ્રધુની એ વિશ્વના કુલ તેલ પુરવઠાનો આશરે 20-25% હિસ્સો વહન કરતો મુખ્ય માર્ગ છે. ઈરાનના આ નિર્ણયથી:
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) ના ભાવમાં તોતિંગ વધારો થઈ શકે છે.
તેલ નિકાસ કરતા દેશો અને આયાત કરતા દેશો (જેમ કે ભારત) માટે પરિવહન ખર્ચ વધી જશે.
Iran ના વલણથી ડોનાલ્ડ ટ્રમ્પના તેવરમાં નરમાશ
આશ્ચર્યજનક રીતે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વલણમાં નરમાશ જોવા મળી રહી છે. ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ‘ ના અહેવાલ મુજબ, ટ્રમ્પ પ્રશાસનને અંદાજ છે કે આ જળમાર્ગને બળજબરીથી ખોલાવવાનું અભિયાન ઘણું લાંબુ અને ખર્ચાળ ચાલી શકે છે. તેથી, ટ્રમ્પ હવે સૈન્ય કાર્યવાહીને બદલે રાજદ્વારી દબાણ (Diplomatic Pressure) દ્વારા આ વિવાદ ઉકેલવા અને વેપાર ફરી શરૂ કરાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
આ પણ વાંચો : તેલ ચોરોની ખેર નથી! પાકિસ્તાને તેલ-ગેસની દાણચોરી રોકવા આતંકવાદ વિરોધી કાયદો રજૂ કર્યો
આ પણ વાંચો : શું ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો અંત આવશે? પાકિસ્તાન, સાઉદી અને તુર્કી શાંતિ સ્થાપવા મેદાનમાં
આ પણ વાંચો : પાકિસ્તાન મધ્યસ્થી નથી માત્ર જગ્યા આપી રહ્યું છે, ઈરાન-અમેરિકા જંગ પર પૂર્વ RAW ચીફ વિક્રમ સૂદનું નિવેદન

