Former RAW Chief Vikram Sood on Pakistan mediation: રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) ના પૂર્વ વડા વિક્રમ સૂદે ઈરાન અને અમેરિકા વચ્ચેની શાંતિ વાટાઘાટોમાં પાકિસ્તાનની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન કોઈ સક્રિય રાજદ્વારી મધ્યસ્થી નથી કરી રહ્યું, પરંતુ તે માત્ર વાતચીત માટે એક ‘મંચ’ (વેન્યુ) ઉપલબ્ધ કરાવી રહ્યું છે.
પાકિસ્તાન તટસ્થ નથી, અમેરિકાના ઈશારે ચાલે છે
વિક્રમ સૂદે આપેલા એક ઇન્ટરવ્યુમાં વિક્રમ સૂદે પાકિસ્તાનની (Pakistan) વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતા કહ્યું:
નિરીક્ષકની ભૂમિકા નથી: પાકિસ્તાન માત્ર બેઠક માટે જગ્યા આપી રહ્યું છે, તે કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે ત્યાં બેસવાનું નથી.
અમેરિકાનો પ્રભાવ: પાકિસ્તાન ભલે તટસ્થ હોવાનો દાવો કરે, પરંતુ વાસ્તવમાં તે અમેરિકાના ઈશારે ચાલતો દેશ છે. અમેરિકા તેને એક એવા સાથી તરીકે જોઈ રહ્યું છે જે પરોક્ષ રીતે વાતચીતને આગળ વધારવામાં મદદ કરી શકે.
વિશ્વાસનો અભાવ: શિયા-સુન્ની વિવાદ અને ભૂતકાળના તણાવને જોતા ઈરાન ક્યારેય પાકિસ્તાન (Pakistan) પર સંપૂર્ણ વિશ્વાસ નહીં કરે. પશ્ચિમ એશિયામાં પાકિસ્તાન (Pakistan) અત્યારે એકલું પડી ગયું છે, કારણ કે તેની પાસે બહુ ઓછા શિયા મિત્ર દેશો છે.
Pakistanના વિદેશ મંત્રી ઇશાક ડારનું નિવેદન
બીજી તરફ, પાકિસ્તાન(Pakistan)ના વિદેશ મંત્રી ઇશાક ડારે રવિવારે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને તુર્કીના વિદેશ મંત્રીઓ સાથેની બેઠક બાદ પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોનું આયોજન કરશે. ડારે ઉમેર્યું કે: આ યુદ્ધ કોઈના હિતમાં નથી અને તેનાથી માત્ર વિનાશ જ થશે.
મુસ્લિમ સમુદાયની એકતા અત્યારે સૌથી વધુ જરૂરી છે.
અન્ય દેશોના વિદેશ મંત્રીઓએ પણ પાકિસ્તાનની આ પહેલને ટેકો આપ્યો છે.
વિક્રમ સૂદના મતે, ભલે પાકિસ્તાન (Pakistan) આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છબી સુધારવા માટે શાંતિદૂધ બનવાનો પ્રયત્ન કરી રહ્યું હોય, પરંતુ તેની મર્યાદિત શક્તિ અને અમેરિકા તરફનો ઝુકાવ તેને પ્રભાવશાળી મધ્યસ્થી બનતા અટકાવે છે.
આ પણ વાંચો : ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતીના એંધાણ, પાકિસ્તાનની મધ્યસ્થીમાં યોજાશે મોટી બેઠક
આ પણ વાંચો : શું ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો અંત આવશે? પાકિસ્તાન, સાઉદી અને તુર્કી શાંતિ સ્થાપવા મેદાનમાં
આ પણ વાંચો : ઇઝરાયેલ પર યમનનો પ્રથમ મિસાઇલ હુમલો, શું હવે મહાયુદ્ધ ફાટી નીકળશે?

