Porbandar News/ ગાંધીભૂમિમાં હવે લીકર શોપ’, પોરબંદરમાં થશે દારૂની રેલમછેલ

Porbandarમાં 1લી એપ્રિલથી લીકર શોપ શરૂ થવા જઈ રહી છે. ભાજપના એક અગ્રણીની હોટલને મંજૂરી મળતા ગાંધીભૂમિમાં દારૂના વેચાણને લઈને વિવાદ છેડાયો છે.

Gujarat Others Trending
Porbandar Liquor Shop Permission

Porbandar Liquor Shop Permission:  ગુજરાતમાં દારૂબંધીને લઈને હંમેશા ચર્ચાઓ થતી રહે છે, ત્યારે હવે મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં જ લીકર શોપ (દારૂની દુકાન) ને મંજૂરી આપવામાં આવી હોવાના સમાચાર વહેતા થયા છે. ગાંધીનગરના ગિફ્ટ સિટી બાદ હવે પોરબંદરમાં પણ પરમિટધારકો માટે સ્થાનિક સ્તરે દારૂ ઉપલબ્ધ કરાવવાની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાનું મનાય છે.

નવા નાણાકીય વર્ષથી શરૂઆતની શક્યતા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પોરબંદરમાં રહેતા અને પરમિટ ધરાવતા લોકોએ અત્યાર સુધી દારૂ મેળવવા માટે અન્ય શહેરો પર નિર્ભર રહેવું પડતું હતું. જોકે, હવે તંત્ર દ્વારા પોરબંદરની જ એક સ્થાનિક હોટલને લીકર શોપ ચલાવવા માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. જો કોઈ મોટો ફેરફાર નહીં થાય, તો આગામી 1લી એપ્રિલ 2026 થી પોરબંદરમાં વિધિવત રીતે પરમિટવાળો દારૂ મળવાનું શરૂ થઈ જશે.

ભાજપ નેતાની હોટલ ચર્ચાના ચકડોળે

આ સમગ્ર પ્રકરણમાં જે હોટલને મંજૂરી મળી છે, તેના સંચાલન સાથે ભાજપના એક વગદાર અગ્રણી સીધી રીતે જોડાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અત્યંત ગુપ્તતા સાથે આ મંજૂરીની પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. જોકે, હોટલ માલિક દ્વારા અત્યારે આ બાબતે મૌન સેવવામાં આવ્યું છે, પરંતુ આંતરિક સૂત્રો મુજબ ઉદ્ઘાટનની તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

Porbandar: વર્ષો જૂની પરંપરા તૂટી?

મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ તરીકે પોરબંદરની વિશ્વભરમાં એક અલગ ઓળખ અને ગરિમા છે. અત્યાર સુધી અહીં લીકર શોપ ખોલવાની મંજૂરી ક્યારેય આપવામાં આવી નહોતી. અગાઉ પણ અનેક વખત આવી માગણીઓ ઉઠી હતી, પરંતુ સ્થાનિક સ્તરે થતા ભારે વિરોધને કારણે સરકારે પીછેહઠ કરવી પડી હતી. હવે જ્યારે સીધી રીતે ભાજપ શાસનમાં જ આ નિર્ણય લેવાઈ રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં પણ ગાંધીભૂમિમાં દારૂના મુદ્દે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.

પરમિટધારકો માટે આ રાહતના સમાચાર હોઈ શકે છે, પરંતુ ગાંધીજીના આદર્શોમાં માનનારા લોકોમાં આ નિર્ણયને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે 1લી એપ્રિલે ઉદ્ઘાટન થાય છે કે વિરોધના વંટોળમાં સરકારે નિર્ણય બદલવો પડે છે.


આ પણ વાંચો: પોરબંદરમાં 8મો આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર યોજાયો

આ પણ વાંચો: પોરબંદર : વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ

આ પણ વાંચો: બોટના રજીસ્ટ્રેશન માટે 10 હજારની લાંચ લેતા પોરબંદરનો પ્રજાજન ઝડપાયો