Porbandar News/ બોટના રજીસ્ટ્રેશન માટે 10 હજારની લાંચ લેતા પોરબંદરનો પ્રજાજન ઝડપાયો

રૂ.10,000 ની લાંચ લેતા દિનેશ પ્રેમજીભાઈ સલેટ ને ACBએ ફરિયાદને આધારે જાળ બિછાવી ઝડપી લીધો

Gujarat Others
રૂ.10,000 ની લાંચ લેતા દિનેશ પ્રેમજીભાઈ સલેટ

Porbandar News : પોરબંદરમાં બોટનું રજીસ્ટ્રેશન કરાવી આપવાના બદલામાં રૂ.10,000 ની લાંચ લેતા દિનેશ પ્રેમજીભાઈ સલેટ નામનો પ્રજાજન ACBએ ગોઠવેલા છટકામાં ઝડપાઈ ગયો હતો.

આ કેસની વિગત મુજબ ફરીયાદીની બોટનું કોલ/રજીસ્ટ્રેશન કરાવી આપવા માટે ફીશરીઝ વિભાગના સાહેબને આપવા પડશે તેમ કહી આરોપી પ્રજાજન દિનેશ સલેટે ફરીયાદી પાસે રૂ.સાડા સોળ હજારની લાંચની માંગણી કરી હતી. જેમાં પ્રથમ રૂ.10,000 આપવાનું નક્કી થયું હતું. બીજીતરફ આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો.

તેમની ફરિયાદને આધારે ACBએ મદદનીશ મત્સોદ્યોગ નિયામકની કચેરીની બહાર, જુની કોર્ટ બીલ્ડીંગ વાળું કેમ્પસ, પોરબંદર ખાતે જાળ બિછાવી હતી. જેમાં ફરિયાદી પાસેથી રૂ.10,000ની લાંચ લેતા આરોપી પ્રજાજન દિનેશ સલેટ રંગેહાથ ઝડપાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બળાત્કારના ગુનામાં મદદને બહાને લાંચ લેનારો ધાંગધ્રા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ઝડપાયો

આ પણ વાંચો: ACBએ ગિફ્ટમાં ASIને લાંચ લેતા ઝડપ્યો…

આ પણ વાંચો: પાટણમાં UGVCLનો લાંચિયો એન્જિનિયર એન્ટિ કરપ્શન બ્યૂરોના છટકામાં સપડાયો