Gujarat Weather: હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, આ વર્ષે ચોમાસુ ભારે રહેશે. આજે અષાઢી બીજના દિવસે સવારથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજાની અસર જોવા મળી રહી છે. જ્યારે આજે 28 જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જુનાગઢ જીલ્લાનાં માળિયા હાટીનામાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાતા તાલુકાનાં અનેક ગામો ડૂબી ગયા હતા. ગુજરાતનાં 215 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 49 તાલુકામાં અડધા ઈંચ જેટલો વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડકથી લોકોને હાશકારો થયો હતો.
કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, રાજકોટ, જૂનાગઢ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મહેસાણા, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ અપાયું છે.

કચ્છના ખેડૂતો અને નાગરિકો લાંબા સમયથી ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા. ગરમી અને શુષ્ક હવામાન વચ્ચે અષાઢી બીજના દિવસે મેઘરાજાનું આગમન એક શુભ સંકેત બની રહ્યું. ભુજ, માંડવી, ગાંધીધામ અને આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ ખેડૂતો માટે આશાનું કિરણ લઈને આવ્યો. ગઈકાલે મોડી રાત્રે આકાશમાં વીજળીના ચમકારા અને મેઘના ગર્જનાઓએ કચ્છના વાતાવરણને રોમાંચક બનાવી દીધું. ભુજમાં રાત્રે 12 વાગ્યાની આસપાસ શરૂ થયેલો વરસાદ લગભગ એક કલાક સુધી ચાલ્યો. જોકે, આ વરસાદ હળવો હતો, પરંતુ તેની શરૂઆતે લોકોમાં ચોમાસાની આગેવાનીનો ઉત્સાહ જોવા મળ્યો.
અષાઢી બીજનું મહત્વ
ગુજરાતમાં અષાઢી બીજ એટલે રથયાત્રાનો પવિત્ર દિવસ, જેની સાથે ચોમાસાની શરૂઆતની પરંપરા પણ જોડાયેલી છે. કચ્છના લોકોમાં એવી માન્યતા છે કે અષાઢી બીજના દિવસે વરસાદ થવો એ સારા ચોમાસાનો સંકેત છે. આ વર્ષે મેઘરાજાએ આ મુહૂર્તને સાચું પાડીને લોકોની આશાઓને નવું બળ આપ્યું છે.
આ પણ વાંચો:ગુજરાતમાંં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, 6 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં આજે વરસાદનું યલો એલર્ટ! મુશળધાર વરસાદની ભારે શક્યતા
