Gujarat Weather: આજે ગુજરાત રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અમદાવાદ વાદળછાયું રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, પાકને નુકસાન પણ થતું જોવા મળ્યું છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 76 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં 8 ઈંચ, પાવીજેતપુરમાં 5 ઈંચ, પેટલાદમાં 3 ઈંચ, કપરાડામાં 3 ઈંચ, તારાપુરમાં 2.68 ઈંચ, હાલોલમાં 2.6 ઈંચ, બોરસદમાં 2.4 ઈંચ, નાંદગઢમાં 2.4 ઈંચ નોંધાયો છે. ચૂડા 1.6 ઇંચ, વડોદરા 1.5 ઇંચ, આંકલાવ 1.3 ઇંચ, બોડેલી 1.3 ઇંચવરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હાલમાં બે સિસ્ટમ સક્રિય છે, જેમાં ઝારખંડમાં લો પ્રેશર સિસ્ટમ અને ઉપરી હવાનું ચક્રવાતી પરિભ્રમણ અને ઉત્તર ગુજરાતમાંથી પસાર થતી ટ્રફ લાઇનનો સમાવેશ થાય છે, જેના કારણે આગામી બે દિવસ પછી ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આવતીકાલથી ભારે વરસાદ પડશે, ઉત્તર અને સૌરાષ્ટ્રનાં કેટલાક જીલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરામાં પ્રથમ વરસાદે જ રસ્તામાં પાણી ભરાયા હતા. રાત્રે ધોધમાર વરસાદ પડવાથી વાહનચાલકોને ઘણી હાલાકી વેઠવી પડી હતી.

હવામાન વિભાગે 21 જૂન માટે 12 જિલ્લામાં યલો એલર્ટ જારી કર્યું છે. તે જ સમયે, સુરેન્દ્રનગર, પોરબંદર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, જૂનાગઢમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, સુરત, બનાસકાંઠા, પાટણ, વડોદરા જેવા શહેરોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ગ્રામ્ય, પશ્ચિમ અને પૂર્વમાં ભારે વંટોળ સાથે વરસાદ
આ પણ વાંચો:ઉત્તર ગુજરાતને ધમરોળતું વાવાઝોડું અને વરસાદ
આ પણ વાંચો:ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી
