Amreli News : અમરેલી જિલ્લાના વડિયા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન યોજાયેલા વરઘોડામાં અચાનક બઘડાટી બોલાતા નાસભાગ (Stampede)મચી ગઈ હતી. લગ્નની ખુશીઓ વચ્ચે બનેલી આ ઘટનાથી વરરાજા સહિત જાનૈયાઓમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
વરઘોડામાં ખુશીના ગીતો વચ્ચે અફરાતફરીનો માહોલ

પ્રાપ્ત માહિતી મુજબ વડિયા ગામમાં એક પરિવારના લગ્ન પ્રસંગે પરંપરાગત રીતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરરાજા ઘોડા પર સવાર થઈને જાન સાથે ગામના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. લોકો ઢોલ-નગારા સાથે નાચતા-ગાતા ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. દરમિયાન નાસભાગ (Stampede) મચી જતા વરરાજા અને જાનૈયાઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.વરઘોડામાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પણ હાજર હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની હતી.
લગ્નની ખુશીમાં ભયની ઘટના, પંથકમાં ચકચાર
લગ્ન પ્રસંગ દરમિયાન નાસભાગ (Stampede) ની ઘટના બનતા સમગ્ર વડિયા પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ઘટના બાદ ગામમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે બાદમાં પરિસ્થિતિ સામાન્ય બની ગઈ હતી. સ્થાનિક લોકોએ તરત જ સ્થિતિ સંભાળી અને વરઘોડાને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યો હતો.
