Surat News: સુરત (Surat)માં સાવકા પિતાએ પુત્રી પર બળાત્કાર (Rape) ગુજારતા ચકચાર મચી ગઈ છે. સગીરા પર સતત 3 વર્ષ બળાત્કાર ગુજારતા સગીરાની માતાને જાણ થતાં અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સુરત (Surat) જીલ્લામાં સાવકા પિતાએ માનીતી દીકરી પર દુષ્કર્મ (Rape) આચરતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. કિશોરીને સાવકો બાપ ભગાડી અમદાવાદ લાવ્યો હતો અને 3 વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યુ હતું. દીકરીએ માતાને આપવીતી જણાવતાં અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. અમરોલી પોલીસે નરાધમ આરોપી આકાશ ઉત્તર પ્રદેશ ભાગે તે પહેલા ઝડપી પાડ્યો છે. મહિલા 5 વર્ષથી આરોપીના સંપર્કમાં આવી હતી, બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાતા સાથે રહેતા હતા.
સુરત (Surat)માં અવારનવાર બળાત્કાર (Rape)ના બનાવોને પગલે ચકચાર મચી છે. આ પહેલા ધુળેટીને દિવસે એક શ્રમજીવી પરિવારની 6 વર્ષની બાળકીનું અપહરણ કરીને અજાણ્યા શખ્સે તેની પર પાશની બળાત્કાર ગુજાર્યો હતો. સુરત (Surat)માં 14 માર્ચની મોડીરાત્રે છ વર્ષની બાળકીનું અપહરણ કરીને તેના પર પાશવી બળાત્કાર (Rape) ગુજારવામાં આવ્યો હતો.
સુરત (Surat)ના બારડોલીમાં એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ચાર મિત્રોએ તેની સાથે દુષ્કર્મ (Rape) આચર્યું હતું. આ સગીરાને પ્રેમજાળમાં ફસાવી. પ્રેમીના ત્રણ સાથી મિત્રોએ પણ સગીરાને પ્રેમ સંબંધ જાહેર કરવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, સગીરાએ બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા ગણતરીના કલાકોમાં પોલીસે ચાર નરાધમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. ઘટનાએ બની હતી કે એક વર્ષ અગાઉ બારડોલી નગરમાં રહેતી એક સગીરાને બારડોલીના જલારામ હુડકો સોસાયટીમાં રહેતા રોનીત પાંડે સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા થઈ હતી.
મિત્રતા થયા બાદ રોનિત પાંડે સગીરા સાથે અવારનવાર શરીર સંબંધો બાંધ્યા હતા. જોકે આ વાત અહીંથી નહીં અટકતા રોનીત પાંડે ના સગીરા સાથેના સંબંધ અંગે તેના સાથે મિત્રોને પણ જાણ કરી હતી. જેથી રોનિત પાંડેના અન્ય ત્રણ સથી મિત્રો ની પણ સગીરા ઉપર દાનત બગડી હતી.સગીરાના રોનિત પાંડે સાથેના ઘણા લાંબા સમયથી સંબંધ હોય આ ત્રણેય સાથી મિત્રો એ પણ સગીરાને ઇન્સ્ટાગ્રામ મારફત મિત્ર બનવા માટે રિક્વેસ્ટ મોકલી હતી. અન્ય ત્રણ ઈસમો પણ સગીરા સાથે સોશિયલ મીડિયા થકી જોડાયા હતા .
આ પણ વાંચો:5 વર્ષની બાળકી પર બળાત્કારનો પ્રયાસ કર્યા પછી હત્યા, આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
આ પણ વાંચો:વારાણસીમાં 23 યુવકોનો એક યુવતી પર 7 દિવસ સુધી સામૂહિક બળાત્કાર
આ પણ વાંચો:સુરતમાં છ વર્ષની બાળકીનું અપહરણ કરી પાશવી બળાત્કાર : ત્રણ દિવસમાં બળાત્કારના પાંચ બનાવથી ખળભળાટ
