Rajkot News: રાજકોટ (Rajkot)માં કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલ (Karnavati International School)ની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. બાળકીના ગુપ્તાંગ ભાગમાં બોલપેન ભરાવી હતી, બાદમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. માતાપિતાને સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસમાં અરજી કરી છે. મિતલબેન નામની શિક્ષિકા વિરૂદ્ધ ગંભીર આરોપોના પગલે એટ્રોસિટી અને પોક્સો હેઠળ ફરિયાદ કરાઈ છે.

રાજકોટ (Rajkot) શહેરમાં શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાજકોટમાં કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીએ 11 તારીખના રોજ શરીરના અંગમાં ખૂબ જ દુખાવો થતો હોવાની માતાપિતાને ફરિયાદ કરી હતી. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં વાસ્તવિકતા સામે આવી હતી. બાળકીના ગુપ્તાંગ ભાગમાં બોલપેન ભરાવી હોવાની ઘટના સામે આવી હતી. પ્રાઈવેટ પાર્ટમાં પેન કોણે ભરાવી તે સવાલ ઊભો થયો છે. માતાપિતાએ પોલીસમાં ફરિયાદ કરી હતી પરંતુ આ મામલે પોલીસ દ્વારા મામલો દબાવવાનો પ્રયાસ કરાયો હોવાની ચર્ચાએ જોર પકડતાં મામલો સામે આવ્યો છે.

ગત 11 તારીખે બાળકી કહ્યું હતું કે મને દુઃખે છે. જોકે, ત્યારે માતા ધ્યાન ન આપ્યું. બીજા દિવસે ખૂબ દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. શાળાના શિક્ષક અને વિદ્યાર્થીના ફોટા બતાવી પૂછવામાં આવ્યું હતું. પ્રાઈવેટ પાર્ટમાં કોણે પેન લગાવી તે સવાલ કર્યો હતો. આ સ્કૂલ રાજકોટના એક દિગ્ગજ નેતાની હોવાનું સામે આવતાં મામલો ગરમાયો છે. દિગ્ગજ નેતાની શાળા હોવાથી પોલીસ કઈ દિશામાં તપાસ કરશે, શું પોલીસ આરોપીને છોડી દેશે વગેરે સવાલોએ જોર પકડ્યું છે.

બાળકીનાં પિતાએ કહ્યું આવા શિક્ષકોને સજા મળવી જોઈએ, હાલ બાળકીને જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કર્ણાવતી સ્કૂલના પ્રિન્સિપાલે સમગ્ર આક્ષેપ નકારી કાઢ્યા છે. પ્રિન્સિપાલે કહ્યું અમુક ખેલાડીઓ સ્કૂલને બદનામ કરે છે. અમે તમામ CCTV ફૂટેજ બતાવવા તૈયાર છે, અને પિતાએ પણ ફૂટેજ જોયા જ છે.
આ પણ વાંચો:રાજકોટમાં ચાલુ બસમાં તરૂણી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર
આ પણ વાંચો:રાજકોટ બસ અકસ્માતમાં ભાજપના આગેવાનને કોન્ટ્રાક્ટમાં વધુ રસ!
આ પણ વાંચો:રાજકોટ સમર્પણ હોસ્પિટલના કર્મચારી સહિત 5 આરોપીઓની ધરપકડ
