Rajkot News: રાજકોટ (Rajkot)માં ચાલુ બસમાં તરૂણી પર દુષ્કર્મ (Rape)ની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. સુરતથી રાજકોટ આવી રહેલી બસમાં તરૂણી પર દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
રાજકોટમાં ચાલુ બસમાં સ્લીપર કોચમાં તરૂણી પર દુષ્કૃત્ય (Rape)ની ઘટનાથી ભય ફેલાયો છે. સુરતથી રાજકોટ આવી રહેલી બસમાં તરુણી પર આરોપી વિજય બારડે તરુણીને ચાલુ બસે બ્લેકમેઈલ કરી દુષ્કર્મ (Rape) આચર્યું હતું. આરોપી રાજકોટની હોસ્ટેલમાં કામ કરતો હતો. તરૂણી પણ હોસ્ટેલમાં રહેતી હતી. તરુણી કોઈ કામે સુરત જતા આરોપી પણ પાછળ ગયો હતો અને બ્લેકમેઈલ કરી હતી. આરોપી વિજય બારડ વિરુદ્ધ સુરતમાં પોલીસ સ્ટેશને ફરિયાદ કરાઈ છે. દુષ્કર્મી આરોપી વિજય બારડ ગીર સોમનાથનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
નવસારી (Navsari)માં ભાજપના મીડિયા સેલ (BJP Media Cell)ના પૂર્વ કન્વીનર અને ટેટૂ આર્ટિસ્ટ જય સોની (Jay Soni)એ આદિવાસી યુવતીને ફોસલાવી આદિવાસી સમાજની યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો યુવતીએ આક્ષેપો સાથેની અરજી કરતા ખળભળાટ મચી ગયો છે. જેમાં નવસારી ડીવાયએસપીએ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ (Atrocity Act) હેઠળ ફરિયાદ નોંધી છે, આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
તાપીમાં સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ (Rape)ની ઘટનાને પગલે ચકચાર મચી છે. જેમાં તાપીના વેલદા ગામે માનવતાને કલંકિત કરતી ઘટના સામે આવી છે. તપાસમાં 65 વર્ષના દુકાનદારે બાળકી પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. ભોગ બનેલી બાળકી આરોપી દશરથના દુકાને પેપ્સી લેવા ગઇ હતી.
બાદમાં આરોપીએ પોતાના ઘરમાં લઈ જઇ બાળકીને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. આ અંગે છોકરીના પિતાએ નિઝર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેમાં પોલીસે તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:અમદાવાદમાં પ્રેમ સંબંધને લજવતો કિસ્સો, મિત્રએ યુવતી સાથે દુષ્કર્મ કરી પૈસા પડાવ્યાં
આ પણ વાંચો:તાપીમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
આ પણ વાંચો:સુરત જિલ્લામાં સગીરા સાથે દુષ્કર્મ : પ્રેમી સહીત 4 મિત્રો આ રીતે છેલ્લા એક વર્ષથી સંબંધ બાંધતા
